Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

સૌરાષ્ટ્ર-કચ્છની પાલીકામાં ભાજપ-રપ, કોંગ્રેસ-૭માં વિજેતા

એનસીપીના ફાળે ૧૯, અપક્ષને ર૪ બેઠકોઃ ભાજપનો ભગવો લહેરાયો

પ્રથમ અને બીજી તસ્વીરમાં હળવદ અને ત્રીજી તસ્વીરમાં ધોરાજીના વિજેતા ઉમેદવારો નજરે પડે છે. (તસ્વીર : દિપક જાની (હળવદ) કિશોર રાઠોડ, ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી)

રાજકોટ, તા., ૧૯: સૌરાષ્ટ્ર-કચ્છની ૧ર જીલ્લાની નગર પાલીકાની પેટા ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને ભાજપનો રપ બેઠકો ઉપર અને કોંગ્રેસનો ૭ પાલીકામાં વિજય થયો છે.

પાલીકાની ચુંટણીમાં એનસીપીના ફાળે ૧૯ , અપક્ષને ર૪ બેઠકો પ્રાપ્ત થઇ છે.

આજે સવારથી સૌરાષ્ટ્ર-કચ્છની પાલીકાની ચુંટણીની મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં ભાજપનો ૩રમાંથી રપ પાલીકામાં અને કોંગ્રેસનો ૭ પાલીકામાં વિજય થયો છે. અમરેલી જીલ્લાની લાઠી અને ચલાલામાં ભાજપનો, રાજુલામાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે અને અહી ભાજપને માત્ર એક જ બેઠક મેળવીને સંતોષ માનવો પડયો હતો.

ભાવનગર જીલ્લાની સિંહોર, ગારીયાધાર, તળાજા પાલીકા ભાજપે જાળવી રાખી છે.

જેતપુર-નવાગઢમાં પ્રમુખપદે કુસુમબેન સખરેલીયા?

 જેતપુર, તા., ૧૯: જેતપુર-નવાગઢ પાલીકામાં ભાજપનો વિજય થતા હવે પ્રમુખ પદ કોણ બનશે? તેની ભારે ચર્ચા થઇ રહી છે.

ત્યારે જેતપુર-નવાગઢ પાલીકાના પ્રમુખપદે કુસુમબેન સુરેશભાઇ સખરેલીયાનું નામ મોખરે છે.

(3:24 pm IST)