Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા પ૯, બાબરા ૮૬ અને લાઠી ૬ર આરોગ્યકર્મીઓએ વેકસીન લીધી

અમરેલી : કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીને પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીઓને આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લાના બાબરા, લાઠી અને સાવરકુંડલા ખાતે ૨૦૭ આરોગ્યકર્મીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. બાબરા આરોગ્ય કેન્દ્ર ખાતે ૮૬, સાવરકુંડલા સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ ખાતે ૫૯ અને લાઠી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ ખાતે ૬૨ આરોગ્યકર્મીઓએ કોરોના સામે રક્ષણ આપતી રસીનો ડોઝ લીધો હતો. સાવરકુંડલા સબ ડિસ્ટ્રિકટ ખાતે પ્રાંત અધિકારી  આર. આર. ગોહીલએ વેકસીનેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે સાવરકુંડલા સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલના તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.(તસ્વીર : અહેવાલ અરવિંદ નિર્મળ અમરેલી)

(1:21 pm IST)