Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જુનાગઢ જીલ્લામાં ૧૦ માં દિવસે ધો.૧૦-૧રના ૧૮૦૬૩ વિદ્યાર્થીઓ હાજર

એક સપ્તાહમાં પ૬.૧ર ટકા છાત્રોની હાજરીઃ જીલ્લા શિક્ષણાધીકારી આર.એસ.ઉપાધ્યાય

(વિનુ જોશી) ખંભાળીયા, તા., ૨૦: જુનાગઢ જિલ્લામાં ધીમે ધીમે શૈક્ષણીક કાર્યનો ધમધમાટ થઇ રહયો છે.

ગત તા.૧૧ જાન્યુઆરીથી રાજયના શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનું સંપુર્ણ પાલન સાથે ધો.૧૦ અને ૧રનું શૈક્ષણીક કાર્ય શરૂ કરવા આપેલ સુચનાથી આખા રાજયમાં શૈક્ષણીક કાર્ય શરૂ થઇ ચુકયા છે ત્યારે જુનાગઢ જીલ્લા શિક્ષણાધીકારીશ્રી આર.એસ.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સમગ્ર જુનાગઢ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ ની શાળાઓ શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓ પણ ઉમળકાભેર શાળાઓમાં અભ્યાસ માટે આવી રહયા છે અને સતત ૧૦ માં દિવસે ૪૦ ટકા ઉપર વિદ્યાર્થીઓની શાળામાં હાજરી નોંધાઇ છે.

૪૦૦ શાળાઓમાં કુલ ૧૮૦૬૩ વિદ્યાર્થીઓનું આગમન થયેલ અને રાજય સરકારના આદેશ મુજબ દરરોજ ઓનલાઇન હાજરી નોંધવામાં આવે છે.

શ્રી આર.એસ.ઉપાધ્યાયે વધુમાં જણાવેલ કે ગઇકાલે વિદ્યાર્થીઓની શાળામાં ધો.૧૦ અને ૧રના કુલ ૮પ૪પ૦ વિદ્યાર્થીઓ પૈકી ૩૨૧૩૦ વિદ્યાર્થી ઓના સંમતી પત્રક આપ્યા છે. જેમાંથી ૧૮૦૬૩ વિદ્યાર્થીઓ પ૬.ર૧ ટકા હાજર નોંધાયા હતા. જયારે ૧૪૦૬૩ વિદ્યાર્થીઓ (૪૩.૭૮) ટકા ગેરહાજર રહયા હતા. ૧૧ જાન્યુઆરીથી શરૂ થયેલ શૈક્ષીણીક  કાર્યમાં હજુ ૪૩.૭૮ ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા છે જેને રેગ્યુલર કરવા શાળાકક્ષાએ સુચના અપાઇ છે.

(1:05 pm IST)