Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના રસીકરણ કાર્યક્રમ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા. ર૦ : તાલુકા હેલ્થ ઓફીસ પડધરી અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પડધરી દ્વારા કોવિડ વેકસીન માટે સેશનનું આયોજન કરવામાં આવેલ હતું.  જેમાં ગર્વમેન્ટ અને પ્રાઇવેટના ડોકટરો અને આરોગ્ય કાર્યકરો દ્વારા રસી લેવામાં આવેલ હતી. આ સેશન દરમ્યાન આઇ.એમ.એ. ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ ડો. ઉપાધ્યાય, તાલુકા આરોગ્યઅધિકારી ડો. વૈભવ ગોરીયા, મેડીકલ ઓફીસર ડો. અપૂર્વ ત્રિવેદી, ડો. સાગર ડોબરીયા, ડો. પ્રદીપ સૌંદરવા વગેરે તમામે રસી લીધેલ હતી. આ સાથે આરોગ્યના ફિલ્ડના કર્મચારીઓ એ.એન.એમ. મ.પ.હે.વ., સ્ટાફ નર્સ, આશા તથા અન્ય પેરા મેડીકલ સ્ટાફ દ્વારા રસીકરણ કરાવી ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડેલ હતું.

(1:00 pm IST)