Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ધ્રોલના વાડી વિસ્તારમાં વાછરડાના કાન કાપી નાંખનાર દિપડો નહી ઝરખ હોવાનું ખુલ્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૦ : ધ્રોલમા બે દિવસ પહેલા ધ્રોલ વાડી વિસ્તારમાં ગાયના વાછરડાની કાન કાપી નાખ્યો અને ત્યાંના લોકોએ દીપડો છે તેવા ભયભીત થઈ ગયા હતા અને વનવિભાગની ટીમ સ્થળે પહોંચી તેમના પગના ચીનનો જોતા ઝરખના હોય એવું જણાવ્યું હતું અને દીપડાના ચીન હજી સુધી કયાં જોવા મળ્યા નથી.

ધ્રોલમા પાંચ દિવસથી દિપડા સમાચાર તદન ખોટા કોઈ પણ પુરાવા નહી ખોટા ભયભીત લોકોના કરો વન વિભાગ ખડેપગે છે. ખોટા મેસેજ વિડીયો વાયરલના કરો.

ધ્રોલમાં છેલ્લા અઠવાડીયાથી દિપડાના વાયુ વેગે વાતુ સાંભળવા મળે છે. પરંતુ પંથક હજુ સુધી કયાં દિપડાના વાવડ નથી. વન વિભાગ સતત પેટ્રોલીંગમા અલગ-અલગ ટીમો સાથે કરી રહી છે. ગઈકાલે સાંજે ધ્રોલના આજુબાજુના વાડી વિસ્તારના દિપડાના સમાચાર મળ્યા હતા. પરંતુ વન વિભાગ જામનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસની ટીમ સ્થળ પર જતા દિપડાના પગના સગડો પણ નથી કોઈ ડોગ ફેમિલીના ચિહ્ન જોવા મળ્યાનુ વન વિભાગ દ્વારા જાણાવા મળ્યુ હતુ.

ધ્રોલમાં હજુ સુધી દીપડાના કોઈ ચીહન કે તેમના સગડો જોવા મળ્યુ નથી. વાડીમા રહેતા મંજુરમાં ખોટો ભયભીતના કરો.  શાહિદભાઈ મકરાણી આર.એફ.ઓ ધ્રોલ તેઓએ ટેલીફોન પર વાતચીતમા જણાવ્યુ હતુ કે, અફવાઓથી દુર રહો.

(12:57 pm IST)