Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

વડિયામાં મંગળવારી બજારમાં ભીડ એકત્ર થતા લોકહિત અર્થે ખુલ્લી જગ્યાએ ફેરવવા સૂચના

મુખ્ય બજાર માં ટ્રાફિક અને ભીડ ને કારણે કોરોના સંક્રમણ સ્થળ ફેરવતી ગ્રામપંચાયત : સોશ્યલ ડિસ્ટન્સ થી વસ્તુ વેચવા અપીલ

 (ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા, તા.૨૦ :  કોરોના મહામારી વચ્ચે લોકોના કામ ધંધા બંધ થતા લોકો ને મોટી મુસીબત નો સામનો કરવો પડયો હતો. વિવિધ નાના મોટા શહેરો માં છૂટક પથરણા  કરી વસ્તુઓ વેંચતા લોકો પોતાનું પેટીયું રળવા માટે દર મંગળવારે વડિયા માં ગ્રામીણ હાટ જેવું બજાર ભરાય છે. જેમાં વિવિધ વિસ્તારના લોકો વસ્તુઓ વેચવા અને આસપાસના ગામડાના લોકો વસ્તુઓ ખરીદવા આવતા હોય છે. વાડિયાની મુખ્ય બજારમાં ભીડ એકત્ર થતી હોય કોરોના સંકર્મણના ફેલાય તે માટે વડિયા ગ્રામપંચાયત ના ઉપ સરપંચ છગનભાઇ ઢોલરીયા દ્વવારા મુખ્ય બજારમાં માઈક લઇ હવે પછી સુરવો નદીના કિનારે સ્વામિનારાયણ મંદિર સામે મોટી ખુલ્લી જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય અને ભીડ એકત્રના થાય તે રીતે લોકો ના હિત માટે કોઈ લોકોની રોજગારી ના છીનવાઈ અને પોતાના ધંધા રોજગાર ચલાવી શકે તે માટે હવે પછીની મંગળવારે સ્થળ ફેરવી કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે ભીડ એકત્રના થાય તે માટે સ્થળ બદલી લોકહિત રૂપે નિર્ણય કરવામાં આવ્યો છે.

(11:46 am IST)