Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ખેડા ખાતે આનંદમેળામાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ છ લોકો ઇજાગ્રસ્ત

ખેડામાં આનંદમેળામાં બે જૂથ વચ્ચે અથડામણ થતા ગભરાટનો માહોલ છવાઇ ગયો હતો. આનંદ મેળામાં તીક્ષ્ણ હથિયારો વડે સામસામે મારામારી થઇ હતી જેના પગલે નાસભાગના દૃશ્‍યો જોવા મળેલ હતા.

મારામારીમાં 6 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ DySP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:16 pm IST)