Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કેશોદના પૂર્વ ધારાસભ્યના ફાર્મ હાઉસ બિન રાજકીય અનુસૂચિત જાતિ સંગઠનની રચના

જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત (દલિત) સમાજના અગ્રણીઓ હાજર રહ્યા

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૯:શિક્ષિત...સંગઠિત...સંધર્ષનુ બીડુ ઝડપનાર મહામાનવ ડો.આંબેડકર સાહેબના માર્ગ પર કેડી કંડારવા માટે સંગઠનની પહેલ સાથે કેશોદ ખાતે દલિત સમાજના અગ્રણી અને કેશોદ પૂર્વ ધારાસભ્યશ્રી સામતભાઈ રાઠોડના ફાર્મ હાઉસ ખાતે જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત (દલિત) સમાજના દરેક તાલુકાના આગેવાનોની હાજરી સાથે સ્નેહ ભોજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

કોરોના મહામારીના કારણે સમાજના પડતર પડેલા પ્રશ્નોને વાચા આપવા તેમજ સામાજિક વાતોના મનોમંથનના સંદર્ભે ભાવ ભોજન નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ.જેમાં જુનાગઢ જીલ્લાના અનેક નામી અનામી સમાજના ઉત્કર્ષ કાર્ય માટે આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેના સંદર્ભમાં સાથે સાથે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત,જાતિ (દલિત)એક નેજા હેઠળ અને એકજ વિઝન અને મીશન સાથે દરેકે દરેક કાર્ય સાથે આગળ આવે તેના ભાગ રૂપે સમગ્ર જૂનાગઢ જિલ્લાનું એક સક્રીય ,બિન રાજકીય , બિન સ્વાર્થી , અનુસૂચિત જાતિનું સંગઠનની રચના કરવા માં આવી જેમાં સર્વાનુમતે સમાજિક કાર્યકર અને આગેવાન એવા  જીતુભાઈ મણવની પ્રમુખ પદે વરણી કરવા માં આવી હતી.

જેમાં વિષેશ ઉપસ્થિતિઓ અને આ સંગઠનને વિશેષ દીપાવવા હાજર રહેલ સમાજના હિતેચ્છુઓ એવા પાંચ પૂર્વ ધારાસભ્યો સહિત કેશોદ જૂનાગઢ જિલ્લાના દરેક ગામોના અનેક નામી અનામી સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા અને સમાજના દરેક કામો માટે પૂર્વ ધારાસભ્યો તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી.ત્યારે અનુસૂચિત જાતિ સંગઠન ના પ્રમુખ જીતુભાઈ મણવરને અનુસૂચિત (દલિત) સમાજના અગ્રણીઓ દ્વારા સાલ ઓઢાળી સન્માન સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

(12:41 pm IST)