Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જેતપુર કોરોનાના સકંજામાં : એકજ પરિવારના પાંચ સભ્યો સહિત આજે પણ ૩૧ પોઝિટિવ કેસ નોંધાયા

જેતપુર:::જેતપુર કોરોનાના સકંજામાં  હોય તે રીતે કોરોના પ્રસરી ગયો છે .એકજ પરિવારના પાંચ સભ્યો સહિત આજે પણ ૩૧ પોઝિટિવ કેસ નોંધાયા છે.

     શહેરમાં કોરોના બેકાબૂ બન્યો હોય દરરોજ 30 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાતા થયા છે.

       જેમાં ડી.વાય.એસ.પી., પોલીસ સ્ટાફ, ડોકટરો, બેંક, નગર પાલિકા સહિત સંક્રમિત થયા છે. એક જ પરિવારના ના પાંચ સભ્યો એક સાથે પોઝિટિવ આવતા શહેરમાં હાહાકાર મચી ગયો છે.

        પોઝિટિવ દર્દીઓ ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(3:11 pm IST)