Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

નંદોત્સવ સમિતિ, ભાવનગર દ્વારા આયોજિત 'દહીં-હાંડી'ના ભાતીગળ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: ખુલ્લી જીપમાં હર્ષોલ્લાસ વચ્ચે કાર્યક્રમમાં પ્રવેશ લીધો

આ ઉત્સવમાં મુંબઇના 'વક્રતુંડ ગોવિંદા પથક'ના એક સો પચાસ (૧૫૦) ગોવિંદાની ટીમે ઢોલ-નગારા અને ડી.જે સાથે પાંચ માળ ઊંચી મટકી ફોડી આકર્ષણ જમાવ્યું

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે મોડી સાંજે જન્માષ્ટમીના પાવન પર્વે ભાવનગર ખાતે આયોજિત ભાતીગળ 'દહીં- હાંડી'ના કાર્યક્રમમાં ખુલ્લી જીપમાં હર્ષોલ્લાસ વચ્ચે કાર્યક્રમમાં પ્રવેશ લઇ જન્માષ્ટમી જન્માષ્ટમીના કાર્યક્રમમાં ઉમંગ-ઉલ્લાસ વચ્ચે સહભાગી થયાં હતાં.
મુખ્યમંત્રીએ નંદોત્સવ સમિતિ, ભાવનગર દ્વારા બોર તળાવ ખાતે આયોજિત કાર્યક્રમમાં દહીં હાંડીના કાર્યક્રમમાં સહભાગી થયેલા ગોવિંદાઓને પ્રતિકાત્મક રીતે સન્માનિત કર્યા હતાં.
આ ઉત્સવમાં મુંબઇના 'વક્રતુંડ ગોવિંદા પથક'ના એક સો પચાસ (૧૫૦) ગોવિંદાની ટીમે ઢોલ- નગારા અને ડી.જે. સાથે પાંચ માળ ઊંચી મટકી ફોડી આકર્ષણ જમાવ્યું હતું.
મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રીતે ગોવિંદાઓનું સન્માન કર્યું હતું.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, વરસતા વરસાદમાં વચ્ચે પણ ભાવનાગરવાસીઓનો જન્માષ્ટમીની ઉજવણીનો ઉત્સાહ કાબિલેદાર છે. આજે ભાવનગરના આંગણે જ્યારે મુખ્યમંત્રી પધાર્યા છે તે ભાવેણાવાસીઓ માટે આનંદનો અવસર છે.
આ અવસરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ ડો. શ્રીમતી ભારતીબેન શિયાળ, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા,  શહેર ભાજપ પ્રમુખ ડો.રાજીવભાઈ પંડ્યા, યોગેશભાઈ બદાણી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને ભાવેણાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

(10:10 pm IST)