Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ઐતિહાસિક જન્માષ્ટમી શોભાયાત્રા 8 કલાક બાદ પૂર્ણ થઈ

ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડાના શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજના વરદ હસ્તે દીપક પ્રાગટ્ય કરી શોભાયાત્રા નો પ્રસ્થાન કરાવેલ

ધોરાજી :સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી શોભાયાત્રાની રાહ ચિંતના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઐતિહાસિક શોભાયાત્રાનો પ્રારંભ બહુચરાજી મંદિર ખરાવડ પ્લોટ ખાતેથી કરવામાં આવ્યું હતું
આ શોભાયાત્રામાં ધોરાજી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડાના શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજના વરદ હસ્તે દીપક પ્રાગટ્ય કરી શોભાયાત્રા નો પ્રસ્થાન કરાવેલ
આ સમયે ધોરાજી સ્વામિનારાયણ મંદિરના મોહન પ્રસાદ પુરાણી સ્વામી ભક્તિ સ્વામી તેમજ નાનક શાહ મંદિરના મહંત શ્રી વગેરે સાધુ સંતોની હાજરીમાં મહા આરતી દ્વારા શોભાયાત્રા નો પ્રારંભ કરવામાં આવેલો હતો
શોભાયાત્રામાં ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા કિશોરભાઈ રાઠોડ લલિતભાઈ  વોરા દિલીપભાઈ હોતવાણી વિજયભાઈ બાબરીયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચંદુભાઈ ચોવટીયા વિશ્વ હિન્દુ પરિષદ પ્રફુલભાઈ જાની સંદીપભાઈ ટોપીયા મનીષભાઈ સોલંકી વગેરે મહાનુભાવો શોભાયાત્રામાં જોડાયા હતા
એક કિલોમીટર લાંબી શોભાયાત્રામાં સૌથી વધારે દેશભક્તિના ધાર્મિક શિવજી રાધાકૃષ્ણ વિગેરે ફલોટ શણગારેલા ફલોટ એ આકર્ષણ જમાવ્યુ હતું
શોભાયાત્રામાં ભક્ત શ્રી તેજાબાપા રાસ મંડળ ક્રિષ્ના ગ્રુપ રાસ મંડળ એ આકર્ષણ જણાવ્યું હતું
શોભાયાત્રા સવારે સાત વાગ્યાથી પ્રારંભ થઈ બપોરના 2:00 વાગ્યે પૂર્ણ થઈ હતી
શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ જેતપુરના ડીવાયએસપી તેમજ રાજકોટ રૂરલ પોલીસ સ્ટાફ વગેરે સધન પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો

 

(3:47 pm IST)