Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

ગીર સોમનાથ જિલ્લાનાં પ્રાંચી ધમ્મ વાડી ખાતે ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર દ્વારા આયોજિત ગૌરવવંતા સિતારા સન્માન સમારોહ 2022 નું આયોજન કરાયું

પ્રભાસ પાટણ : કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને રાષ્ટ્ર ધ્વજને સલામી આપી રાષ્ટ્ર ગીત થી કરવામાં આવી હતી  જેમાં ભારતીય સેનામાં  ત્રણેય પાંખમાં ફરજ બજાવતા નિવૃત્ત આર્મી ઓફિસરો.નિવૃત્ત શિક્ષકો.અને ધોરણ 10 અને 12 નાં સામાન્ય પ્રવાહનાં તેમજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તેમજ દેશની સેવામાં બલિદાન આપનાર વીર અમર જવાનોના પરિવારનું સન્માન કરવામાં તેમજ પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષકોનું સન્માન આવ્યું હતું.

 આ કાર્યક્રમનાં મુખ્ય અધ્યક્ષ હરદાસભાઇ સોલંકી કેપ્ટન આર્મી, રામભાઈ ચારીયા પ્રમુખ નિવૃત્ત આર્મી, જગમાલભાઇ વાળા ઉપપ્રમુખ આપ ગુજરાત પ્રદેશ, નારણભાઈ ચારીયા કેળવણીકાર,પરાગભાઈ ચારીયા દઢેચીજી કોલેજ, દિનેશભાઈ વાળા સદગુરુ એન્જિનિયરિંગ, ભગવાનભાઈ ચાવડા, જેસીંગભાઇ પટેલ, પરસોતમભાઈ પટેલ, હમીરભાઈ બસપા પ્રબારી ગીર સોમનાથ,કંચનબેન વાઢેર, કૌશિક વાળા, ભરતભાઈ કાતરીયા,નરેન્દ્ર ચાવડા, મનુભાઈ પરમાર, અજય રાઠોડ હિરાસન ફિલ્મ નિર્માતા, રામ વાજા, પરસોત્તમ વાળા, ગોવાભાઈ ભજગોતર, વગેરે મોટી સંખ્યામાં આગેવાનો અધિકારીઓ પદ અધિકારીઓ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં

આ કાર્યક્રમ નાં મુખ્ય આયોજક ભાગ્યોદય કલ્યાણ કેન્દ્રનાં પ્રમુખ ભીમજીભાઈ ભજગોતર  રહ્યા હતા

  આ તકે ઉપસ્થિત મહાનુભાવો એ વિધાર્થીઓ ને પ્રેરણારૂપ માર્ગદર્શન આપેલ

 આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મહેન્દ્ર પરમાર, રુચિતા વાઢેર એ કર્યું હતું.

(12:20 am IST)