Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

કેશોદનો ધેડ પંથક જળ બંબાકાર: મગફળી સહિતના ઉભા પાકને નુકશાની

ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતાં મગફળી સહિતના ઉભા પાકને મોટી નુકશાની સાથે સાફ થઈ જવાની ભીતી

(કિશોરભાઈ દેવાણી ધ્વારા) કેશોદ: કેશોદના બામણાસા ધેડ, સરોડ સહિતના ધેડના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરવાસના વરસાદને લઈને ધેડ વિસ્તારની નદીઓ ગાંડીતૂર બનતા જળબંબાકાર થતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતાં ખેતરોમાં મગફળી સહિતના ઉભા પાકને મોટી નુકશાની સાથે સાફ થઈ જવાની ભીતી સેવાઈ રહેલછે. ધેડ વિસ્તારની નદીઓ ઉંડી અને પહોળી કરવાની ખેડૂતોની માંગણી તંત્ર ધ્વારા ધ્વારા ધ્યાનમાં નહીં લેતા પરિણામે દરવરસે ધેડ વિસ્તાર જળબંબાકાર બનતા ઉભા પાકનો સોથ વળી જતાં ખેડૂતોને અગણય નુકશાની ભોગવવી પડેછે.

(10:16 am IST)