Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

જુનાગઢસહિત સમગ્ર પંથકમાં સતત 2 દિવસથી વરસાદ :ઓઝત નદી અને ભાદર નદીમાં ઘોડાપૂર:ઘેડ પંથકના ગામોમાં પાણી ઘુસ્યા

અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો:લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા :જનજીવન ભારે પ્રભાવિત થયુ

જુનાગઢ સહિત સમગ્ર પંથકમાં  સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઓઝત નદી અને ભાદર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.  આ નદીઓમાં ધોડાપૂરની સ્થિતિ સર્જાતા પૂરના પાણી ઘેડ પંથકના ગામોમાં ઘુસ્યા છે, જેમાં અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયુ છે અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

  ઘેડ પંથક નીચાણવાળો વિસ્તાર છે, અહીં ઓઝત, ભાદર અને ઉબેર સહિતની ત્રણેય નદીઓના પાણી ઘેડ પંથકમાં જાય છે જેના કારણે દર વર્ષે ઘેડમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાય છે. આ અંગે તંત્રને ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરી છે. જેમાં નદીઓ ઉંડી કરવાની અને નદીઓમાં પાળા વધુ ઉંચાઈએ બાંધવાની અનેકવાર માગ કરાઈ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી અને દર વર્ષે ચોમાસાએ પૂરના પાણી ગામમાં અને ખેતરોમાં ફરી વળે છે

(9:37 pm IST)