Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રાજકોટ રેન્જના પ જીલ્લામાં ૧૬૩ જગ્યાએ દરોડા : ૯ ગુન્હાઓ નોંધાયાઃ ર૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ગેરકાયદે બાયોડીઝલના વેચાણ-સંગ્રહ સામે રેન્જ ડીઆઇજી પી. સંદિપસિંહની આકરી કાર્યવાહી

તસ્વીરમાં કબ્જે કરાયેલ ટેન્કર બાયોડીઝલનો પંપ તથા સંગ્રહ માટે રચાયેલ ટાંકી નજરે પડે છે.

રાજકોટ તા.૧૯ : રાજકોટ રેન્જમાં ગેરકાયદે બાયોડીઝલના વેચાણ અને સંગ્રહ સામે રેન્જડીઆઇજી પી. સંદિપસિંહે આકરી કાર્યવાહી કરી પાંચ જીલ્લાઓમાં દરોડોનો દોર શરૂ કરી ૯ શખ્સો સામે ગુન્હો દાખલ કરી ર૩.૯૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બાયોડીઝલના ગેરકાયદે વેચાણ તથા સંગ્રહખોરી ઝડપી લેવા રાજયના પોલીસવડાની સુચના અન્વયે રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જમાં સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, મોરબી તથા દેવભૂમિ દ્વારકામાં એલસીબી, એસ.ઓ.જી. તથા સ્થાનીક પોલીસે છેલ્લા ર૪ કલાકમાં અલગ-અલગ ૧૬૩ જગ્યાએ દરોડા પાડયા હતા અને અલગ-અલગ નવ ગુન્હાઓ દાખલ કરી બાયોડિઝલ લી.૧રર૦ર કિ. ૧૭.૪૬ લાખ તથા વાહનો સહિતનો મુદ્દામાલ મળી કુલ ર૩૯૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

રેન્જ ડીઆઇજી પી. સંદિપસિંહે જણાવ્યું હતું કે ગેરકાયદે બાયોડીઝલના વેચાણ અને સંગ્રહખોરી સામેની ઝૂંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

(4:04 pm IST)