Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

પડધરીના ખોડાપીપરમાં જુગાર રમતા ૧૦ ઝડપાયાઃ રૂ.૪.૧પ લાખનો મુદ્દામાલ જપ્ત

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા.૧૯ : રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા ત્થા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સુચના મુજબ તથા ના પો.અધિ ગોંડલ વિભાગ પી.એ.ઝાલાનાઓ તથા ઇન્ચાર્જ સર્કલ પોઇન્સ નાઓએ દારૂ જુગારની બદી નેસ્તનાબુદ કરવા આપેલ માર્ગદર્શન મુજબ અમો પો.સબ ઇન્સ. એએ.ખોખરના માર્ગદર્શનથી પડધરી પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ ફીરોજભાઇ દાદમહમદભાઇ બ્લોચ તથા પો.હે.કો. ધર્મેશભાઇ પરમાર તથા પો.કોન્સ. યુવરાજસિંહ ચંદુભા ગોહીલ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ મહીતપસિંહ જાડેજા તથા પો.કોન્સ. જસમતભાઇ આબાભાઇ માનકોલીયા તથા પો.કોન્સ સુમીતભાઇ રણછોડભાઇ પનાળીયાએ રીતે ના સ્ટાફના માણસો પો.સ્ટે. વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  પો.હે.કો.એફ.ડી.બ્લેચને ખાનગીરાહે હકીકત મળેલ કે ખોડાપીપરથી થોરીયાળી ગામ જવાના -રસ્તે સુરાપુરા મંદિર સામે નવલભાઇ વાઘજીભાઇ, પીપળીયાની વાડીમાં આવેલ કબ્જા ભોગવટાની ઓરડીમાં  નવલભાઇ પોતે નાલ ઉઘરાવી પોતાની વાડીમાં આવેલ કબ્જા ભોગવટાની ઓરડીમાં જુગારનો અખાડો ચલાવી માણસો બોલાવી નીતપતીનો હાર જીતનો પૈસા પાના વતી જુગાર રમતા રમાડતા બાતમી આધારે આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પોલીસે નવલભાઇ વાઘજીભાઇ પીપળીયા જાતે પટેલ ઉ.પ૦ ધંધો ખેતી ખોડાપીપર ગામ તા.પડધરી અનીલભાઇ અમરશીભાઇ પીપળીયા જાતે પટેલ ઉ.૪૧ ધંધો ખેતી રહે .ખોડાપીપર ગામ ઝાપા પાસે ના પડધરી મો. ૩૦૪૩૪ ૩૭૪૪૧ (૪) રાજેશભાઇ નાથાભાઇ પીપળીયા જાતે પટેલ ઉ.૪૩ ધંધો ખેતી રહેખોડાપીપર ગામ પ્લોટ વિસ્તાર તા.પડધરી ગણેશભાઇ રાઘવજીભાઇ પેઢડીયા જાતે પટેલ ઉ.૬૦ ધંધો ખેતી રહે ખોડાપીપર ગામ પ્લોટ વિસ્તાર તા.પડધરી જગદીશભાઇ કરમશીભાઇ પેઢડીયા જાતે પટેલ ઉ.૪૦ ધંધો ખેતી રહે. થોરીયાળી ગામ તા.પડધરી  નવનીભાઇ પ્રેમજીભાઇ પીપળીયાના જાતે પટેલ ઉ.૪૦ ધંધો ખેતી રહે ખોડાપીપીર ગામ તા.પડધરી, આયદનભાઇ હીરાભાઇ બસીયા જાતે આહીર ઉ.પ૦ ધંધો ખેતી રહે ખોડાપીપર ગામ તા.પડધરી, નીલેશભાઇ ભીમજીભાઇ ગઢીયા જાતે પટેલ ઉ.૪પ ધંધો ખેતી રહે. ખોડાપીપર ગામ તા.પડધરી, ધીરુભાઇ કેશુભાઇ ગઢીયા જાતે પટેલ ઉ.૪ર ધંધોખેતી રહે ખોડાપીપર ગામ તા.પડધરી સામે કાર્યવાહી કરી છે.

પોલીસ રોકડ રૂ.૧૦૬,ર૮૦, મો.નં. ૧૦ કી. રૂ.પ૪,૦૦૦, મોટર સાયકલ ૧૦ કિ. રૂ.ર,પપ,૦૦૦ કુલ મુદ્દામાલ કિંમત રૂ.૪,૧પ,ર૮૦ જપ્ત કરેલ છે. આ કાર્યવાહી  પો.સ.ઇન્સ.એ.એ.ખોખર તથા પો.હે. કો. એફ. ડી.બ્લેક તથા પો.હે.કો.ડી. કે.પરમાર તથા પો.કોન્સ. યુવરાજસિંહ ચંદુભા જાડેજા તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા તથા પો.કોન્સ. જસમતભાઇ આબાભાઇ માનકોલીયા તથા પો.કોન્સ. સુમીતભાઇ રણછોડભાઇ પનાળીયાએ કરી હતી.

(12:57 pm IST)