Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

મેંદરડાઃ ભાજપના અગ્રણી અને પૂર્વ મંત્રી દેવાણંદભાઇ સોલંકીનું અવસાન

મેંદરડા : ભાજપના અગ્રણી અને પૂર્વ મંત્રી દેવાણંદભાઇ સોલંકીનું નિધન થયું છે. તેમના નિધનથી પીએમ નરેન્દ્રભાઇ મોદીએ પણ ટવીટ કર્યુ હતું અને અંજલી અર્પી હતી. તેમજ સી.એમ. વિજયભાઇ રૂપાણીએ પણ દેવાણંદ ભાઇના પુત્ર હિરેનભાઇ કોલ કરી શોક વ્યકત કર્યો તો. અંતિમ યાત્રામાં ધારાસભ્યો સહિત જોડાયા હતા.

સોરઠ  ભાજપના અગ્રણી અને પૂર્વ મંત્રી દેવાણંદભાઈ સોલંકીનું ૭૪  વર્ષની વયે અમદાવાદ ખાતે નિધન થયેલ અને  તેમના અંતિમ દર્શન આજરોજ મેંદરડા ખાતે રાખવામાં આવેલ હતા અંતિમ યાત્રા મુખ્ય માર્ગો પર ફરી હતી

દેવાણંદ ભાઈ સોલંકી ૧૯૯૮ ના અરસામાં ભરતભાઈ કાંબલીયા  નું મૃત્યુ થયા બાદ થયેલ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જેઠા ભાઈ  પાનેરા ને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા  બાદ માં ૧૯૯૦ માં   તેઓ જીત્યા બાદ ચીમનભાઈ પટેલની ભાજપ જનતા  દળ ની ગઠબંધન  સરકાર વખતે સંસદીય સચિવ બન્યા હતા ૧૯૯૨માં એલ.કે.અડવાણી ની રામ જન્મભૂમિ ની રથયાત્રામાં પણ તેઓ જોડાયા હતા બાદમાં જોકે એ ગઠબંધન તૂટી ગયું હતું ત્યારબાદ ભીખાભાઈ જોશી તેમની સામે જીત્યા હતા અને ત્યાર પછી ફરી દેવાણંદ ભાઈ ભીખાભાઈ સામે જીત્યા હતા દેવાંણંદભાઈ પશુપાલન વિભાગના મંત્રી એસટી બોર્ડ ના ડાયરેકટર અને અગાઉ મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ પદે રહી ચુકેલ છે.

માણાવદર તાલુકાના આંબલીયા ગામના મૂળ વતની દેવાણંદ ભાઈ મેંદરડા તાલુકાને પોતાની કર્મભૂમિ બનાવી હતી તેમની ખેતીની જમીન તાલુકાના આલીધ્રા ગામે આવેલી છે તેઓ જૂનાગઢના ભવનાથમાં આવેલા આહિર સમાજના પ્રમુખ હતા તેમના પાર્થીવ દેહની આજરોજ સામાકાંઠા મેંદરડા નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી તેમના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો હિરેન ભાઈ દિનેશભાઈ અને એક પુત્રીનો સમાવેશ થાય છે તબિયત ને લઇ તેઓ ગાંધીનગર રહેતા હતા તેમના પુત્ર હિરેનભાઈ આગળ જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચુક્યા છે.

લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. અંતિમ વિધીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રધ્ધાંજલી અર્પી હતી. પરિવારના સંપર્ક નંબર દેવાણંદભાઇના સુપુત્રો હિરેનભાઇ સોલંકી મો. ૯૮રપર ર૧પ૭૭,દિનેશભાઇ મો. ૯૭ર૭૧ ૬૪૭ર૦ તથા પ્રવીણભાઇ સોલંકી મો. ૯૯૭૯૯ ૯૯૯પ૯.

(12:53 pm IST)