Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

જામનગરના ચકચારી ગુજસીટોક કેસમાં જયેશ પટેલ સહિત ત્રણની મિલ્કત જપ્તીનું જાહેરનામુ

આરોપી જયેશ પટેલ, રમેશ અજાંગી અને સુનિલ ચાંગાણીને ૩૦ દિવસમાં હાજર થવા ફરમાન : હાજર ન થાય તો આરોપીઓને ભાગેડુ જાહેર કરીને તેઓની મિલ્કતોને ટાંચમાં લેવાશે : રાજકોટની ખાસ કોર્ટના જજ શ્રી કે.ટી.દેસાઇનો આદેશ

રાજકોટ તા. ૧૯ : જામનગરના બહુચર્ચિત ગુજસીટોક કાયદા હેઠળના ગુનામાં ફરારી જયેશ પટેલ, રમેશ અજાંગી અને સુનિલ ચાંગાણીને ૩૦ દિવસમાં ખાસ કોર્ટ સમક્ષ હાજર થવા સ્પે. જજ શ્રી યુ.ટી.દેસાઇએ ફરમાન કરેલ છે.

અદાલતે આરોપીઓ હાજર થતાં ન હોય, સી.આર.પી.સી. ૮૨ મુજબનું જાહેરનામુ બહાર પાડીને તેઓ જો કોર્ટ સમક્ષ હાજર ન થાય તો તેઓને ભાગેડુ જાહેર કરીને તેમની મિલ્કતોને ટાંચમાં લેવા જાહેરનામુ બહાર પાડેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જામનગરમાં બળજબરીપૂર્વક માફીયાગીરી કરી બિલ્ડરો - લોકોની કરોડોની કિંમતની જમીનો સસ્તામાં પડાવવી લેવા ધાક-ધમકી આપી હોવાની ફરિયાદ ગુજસીટોકના કાયદા હેઠળ થયેલ હતી.

જામનગર સીટી એ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૮૨૦૨૧૮૬/૨૦ ગુન્હો ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટની કલમ-૩(૧), ૩(૨), ૩(૩), ૩(૪), ૩(૫), ૪ તથા ઇ.પી.કો. કલમ-૧૨૦ (બી), ૩૮૪, ૩૮૫, ૩૮૬, ૩૮૭, ૫૦૬(ર), ૫૦૬(૧), ૫૦૭, ૨૦૧ મુજબનો ગુનો તા. ૧૫/૧૦/૨૦ના રોજ જાહેર થયેલ છે. આ ગુનાની તપાસ અમો ચલાવી રહેલ છીએ.

આ કામના આરોપીને પકડવાના બાકી છે તે આરોપી (૧) જયસુખભાઇ ઉર્ફે જયેશ મુળજીભાઇ રાણપરીયા (પટેલ) રહે. ૬૪, સરદારનગર, ધનેશ્વરી એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૪૦૧૪ જામનગર હાલ રહે. વિદેશ (ર) રમેશભાઇ વલ્લભભાઇ અભંગી રહે. પ્લોટ નં. ૮૨/૮૩, કેવલીયા વાડી-૧, અમ્યુઝમેન્ટ પાર્ક સામે, જામનગર (ર) સુનીલ ગોકલદાસ ચાંગાણી રહે. અમૃતબેંક કોલોની ઓધવરામ એપાર્ટમેન્ટ પાસે, જામનગર વાળાઓ ફરાર થયેલ છે. (અથવા સદરહું વોરંટ પોતાના પર બજે નહીં એટલા માટે સંતાતા ફરે છે.) વિગેરે મતલબનું આરોપીને હાજર થવા સી.આર.પી.સી. કલમ-૮૨ મુજબનું જાહેરનામુ મે. સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ રાજકોટ ખાતેથી તા. ૧૨/૦૭/૨૦૨૧ના રોજ પ્રસિધ્ધ કરેલ હોય જે જાહેરનામુ પ્રસિધ્ધ થયાથી દીન-૩૦માં કોર્ટ સમક્ષ ઉપરોકત ત્રણેય આરોપીઓને હાજર થવા ફરમાવવામાં આવેલ છે.

આ જાહેરનામાનો અમલ કરાવવા જામનગરના મદદનીશ પોલીસ અધિક્ષક નિલેષ પાંડેય દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કોર્ટ સમક્ષ ફરીયાદ આવેલ કે, આરોપી નં. ૧ - જયસુખભાઇ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ રહે. મુળ ગામ - લોઠીયા, તા.જી. જામનગર, હાલ રહે. ૬૪-સરદારનગર, ધનેશ્વરી એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૪૦૧૪, જામનગર હાલ - વિદેશ, આરોપી નં. ૨ - સુનીલ ગોકલદાસ ચાંગાણી રહે. અમૃત બેંકની કોલોની, ઓધવરામ એપાર્ટમેન્ટ પાસે, જામનગર, આરોપી નં. ૩ રમેશભાઇ વલ્લભભાઇ અભંગી રહે. પ્લોટ નં. ૮૨/૮૩ કેવલીયા વાડી - ૧ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, જામનગર વાળી વ્યકિતઓએ જામનગર સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનો ગુન્હો - ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરીરીઝમ એકટ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટની કલમ ૩(૧), ૩(૨), ૩(૩), ૩(૪), ૩(૫), ૪ તથા ઇ.પી.કો. કલમ-૧૨૦ (બી), ૩૮૪, ૩૮૫, ૩૮૬, ૩૮૭, ૫૦૬(ર), ૫૦૬(૧), ૫૦૭, ૨૦૧ અનુસાર સજાને પાત્ર ગુનો કરેલ છે.

સદરહું નામની વ્યકિતઓ ઉપર કાઢવામાં આવેલ ગીરફતારી વોરંટ એવા શેરા સહિત પાછો આવેલ છે કે, આરોપી નં. ૧ જયસુખભાઇ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ, આરોપી નં. ૨ સુનીલ ગોકલદાસ ચાંગાણી, આરોપી નં. ૩ રમેશભાઇ વલ્લભભાઇ અભંગી મળી આવતા નથી અને તેને આધારે મને ખાતરી કરાવી આપવામાં આવેલ છે કે, સદરહું નામની વ્યકિતઓ ભાગી ગયેલ છે. (અથવા તો સદર વોરંટની બજવણી અટકાવવા માટે તેણે પોતાની જાતને છુપાવી દીધેલ છે.)

તેથી આ જાહેરનામુ બહાર પાડીને એવો આદેશ કરવામાં આવે છે કે, આરોપી નં. ૧ જયસુખભાઇ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ, રહે. મુળ ગામ - લોઠીયા, તા.જી. જામનગર હાલ રહે. ૬૪-સરદારનગર, ધનેશ્વરી એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૪૦૧૪, જામનગર હાલ - વિદેશ, આરોપી નં. ૨ - સુનીલ ગોકલદાસ ચાંગાણી રહે. અમૃત બેંકની કોલોની, ઓધવરામ એપાર્ટમેન્ટ પાસે, જામનગર, આરોપી નં. ૩ રમેશભાઇ વલ્લભભાઇ અભંગી રહે. પ્લોટ નં. ૮૨/૮૩ કેવલીયા વાડી - ૧ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, જામનગર નાઓએ સદર ફરીયાદનો જવાબ આપવા માટે આ કોર્ટ સમક્ષ તા. ૧૨ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ હાજર થવા સ્પે. જજ શ્રી ઉત્કર્ષ દેસાઇએ હુકમ કરેલ છે. આ કામમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરા રોકાયા છે.

(11:42 am IST)