Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ગુજરાતભરમાં પાંચ ગુન્હામાં ૯ વર્ષથી ફરાર બે આરોપી જામકંડોરણાથી ઝડપી લેવાયા

લુંટ તથા ધાડ અને ચોરીના કેરમાં ફરારી પોપટભાઇ માજુભાઇ ભુરીયા તથા સુરમલ હારૂભાઇ ભુરીયા ઝડપાયા

જામનગર,તા.૧૯ : જીલ્લા પોલીસ અધિક્ષક  દીપન ભદ્રનની સુચના તેમજ એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.  એસ.એસ. નિનામા માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચય, ગજેન્દ્રસિંહ જાડેજા તથા લખધીરસિંહ જાડેજાને બાતમી મળેલ કે પંચમહાલ જિલ્લાના રાજગઢ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૧/૨૦૧૩ ઈ.પી.કો. કલમ ૩૯૫,૩૯૭ના કામે નાસતા-ફરતા આરોપી (૧) પોપટભાઇ માજુભાઇ ભુરીયા તથા (ર) સુરમલ હારૂભાઇ ભુરીયાને રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતેથી પકડી પાડી આરોપીઓએ આ ગુનાની કબુલાત કરેલ અને આરોપી પોપટભાઇ માજુભાઇ ભુરીયા આ લુંટ ધાડ સહીત અન્ય પંચમહાલમાં એક તથા દાહોદ જિલ્લામા ત્રણ લુંટ તથા ધાડ અને ચોરીના કેરમાં ફરાર હોવાનુ જણાવી કબુલાત આપેલ હોય જે

ગુનાની વિગત નિચે મુજબ છે.

(૧) પંચમહાલ જિલ્લો પાવાગઢ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.-૨૬/૨૦૧૨ ઇ.પી.કો. કલમ-૩૯૫,૩૯૭ (૨) દાહોદ જિલ્લો ધાનપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.-૪૨/ર૦૧૬ ઇ.પી.કો. કલમ-૩૯૫,૩૯૭ (૩) દાહોદ જિલ્લો ગરબાળા પો.સ્ટે. ફર્સ્ટ ગુરનં.-૪૫/ર૦૧૬ઇ.પી.કો.કલમ-૩૯૫,૩ ૯૭આર્મ્સ એકટ ર૫(૧) એ (૪) દાહોદ જિલ્લો દેવગઢ બારીયા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.-૧રર/ર૦૧૫ ઇ.પી.કો. કલમ-૪૫૮,૩૮૦,૩૮૪,૧૧૪ બાદ આ બન્ને આરોપીઓને આગળની કાર્યવાહી કરવા માટે પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશન જાણ કરી જામનગર સીટી એ પો.સ્ટે. સોપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા પો. હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મેહુલભાઇ ગઢવી, લખધીરસિંહ જાડેજા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા મહિપાલભાઇ સાદિયા તથા હેડ કોન્સ. અરવિંદગીરી તથા એલ.સી.બી. ના હેડ કોન્સ.  નિર્મળસેંહ એસ.જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્રારા કરવામાં આવેલ છે.

(11:41 am IST)