Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

વાંકાનેર પુ. રણછોડદાસજીબાપુના આશ્રમે ઉજવાશે ૧રમો પાટોત્સવ

વાંકાનેરમાં આવેલ સદ્દગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુનાં આશ્રમે મંગળવારે બારમો પાટોત્સવ ભકિત ભાવ સાથે ઉજવવામાં આવશે સદ્દગુરૂ આનંદ આશ્રમ તથા બન્ને ગુરૂદેવના ફોટા તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર)

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૯: સદ્દગુરૂ દેવશ્રી રણછોડદાસજી બાપુના આશ્રમે કાલે મંગળવારે ૧રમો પાટોત્સવ ઉજવાશે.

વાંકાનેર-રાજકોટ રોડ ઉપર આવેલ સદ્દગુરૂ દેવશ્રી હરીચરણદાસજી મહારાજ પ્રેરીત અનંત વિભુષિત સદ્દગુરૂ દેવ શ્રી રણછોડદાસજી બાપુના મંદિર સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે તા. ર૦મીના બારમો પાટોત્સવ ઉજવાશે જેમાં સવારે ગુરૂદેવનું પુજન બાદ સવારે ૯ વાગ્યાથી ગાયત્રી યજ્ઞનો પ્રારંભ થશે જેમાં યજમાન પદે રાજકોટના હેમતભાઇ દાવડા પરિવાર બીરાજમાન થશે. બપોરે ૧ર વાગ્યે યજ્ઞ પુર્ણાહુતી હોમ બાદ આરતી થશે અને ત્યારબાદ આશ્રમ ખાતે સાધુ-બ્રાહ્મણો અને આમંત્રીતો માટે મહાપ્રસાદ ભંડારો શરૂ થશે. તેમ શ્રી સદ્દગુરૂ આનંદ આશ્રમના ટ્રસ્ટીઓએ યાદીમાં જણાવ્યું છે. મોટા ભંડારા પ્રસાદના પ્રોગ્રામને બદલે માત્ર સાધુ-બ્રાહ્મણ અને બહારગામથી પધારેલા આમંત્રીતો માટે ભંડારા-પ્રસાદ રાખવામાં આવેલ છે.

(11:38 am IST)