Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

મોરબીના સામાકાંઠે બંધ ફલેટમાં આગ લાગી

મોરબી,તા. ૧૯: સામાકાંઠે મહેન્દ્રસિંહજી ટી બી હોસ્પિટલ નજીકના ઓમ રેસીડેન્સીના ત્રીજા માળે બંધ ફ્લેટમાં આગ લાગી હતી જે આગની જાણ થતા મોરબી ફાયરની બે ટીમો દોડી ગઈ હતી તેમજ ૧૦૮ મહેન્દ્રનગર લોકેશન ટીમના પાઈલોટ હનીફ દલવાણી, ઇએમટી મહેન્દ્રસિંહ સહિતની ટીમ દોડી ગઈ હતી એપાર્ટમેન્ટમાં આગ લાગતા આસપાસના દ્યરો ખાલી કરાવવામાં આવ્યા હતા જે રેસ્કયુ દરમિયાન જાવીદ પઠાણ નામના એક વ્યકિતને ઈજા થતા ૧૦૮ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

મોરબી ફાયરની બે ટીમે બંધ ફ્લેટમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો તો આગને પગલે થોડીવાર માટે વિસ્તારમાં લોકોના જીવ પડીકે બંધાયા હતા અને અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જોકે ફાયર ટીમે સમયસર આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.

(11:35 am IST)