Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસતા માત્ર ઝાપટા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મહેર કરે તે માટે પ્રાર્થનાઃ પવનના સુસવાટા સાથે ઉકળાટ યથાવત

ગોંડલઃ શહેરમાં ૧ મી.મી. તથા ભોજપરા, બીલીયાડા, ભરૂડી, ભુણાવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાદળછાંયા વાતાવરણ વચ્ચે હળવા-ભારે ઝાપટા વરસી જાય છે.

આજે સવારથી સર્વત્ર વાદળીયુ વાતાવરણ છવાયુ છે અને પવનના સૂસવાટા ફુંકાઈ રહ્યા છે. આવા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટનોે અનુભવ થઈ રહ્યો છે.

આજે સવારે જેતપુર, મોરબી, રાજકોટ, મેંદરડા, જોડિયા, જામનગર, તાલાલા, ખંભાળીયા, ભાણવડ સહિત જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા હતા.

છેલ્લા બે-ત્રણ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી જાય છે.

આમરણ

(મહેશ પંડયા દ્વારા) આમરણઃ આમરણ ચોવીસી પંથકમાં ગત મોડી રાત્રીથી આજ સવાર સુધીમાં ૩ ઈંચ જેટલો સચરાચર વરસાદ વરસી જતા આનંદની લાગણી પ્રસરી છે. વાવણી પર લાંબી પ્રતિક્ષા બાદ વરસાદ પડી જતા મુરઝાતી મોલાતને જીવતદાન મળી જતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

આમરણ બસ સ્ટેશન વિસ્તારમાં બે ફૂટ જેટલુ પાણી ભરાતુ રહેતા નાના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે તેમજ એસ.ટી. વહેવારને પણ અડચણ ઉભી થવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ ગ્રામ પંચાયતની મીઠી નજર અને તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટના આંખ મિચામણાને કારણે આડેધડ ખડકાયેલા પાકા બાંધકામોને લીધે ચોમાસુ પાણીના કુદરતી વહેણના નિકાલ સામે અવરોધો ઉભા થતકા બસ સ્ટેશન વિસ્તાર સરોવરમાં ફેરવાઈ ગયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનુ હવામાન ૩૨.૫ મહત્તમ, ૨૬.૫ લઘુતમ, ૮૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૪.૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

મોરબી

ટંકારા          ર   મીમી

મોરબી         ૩૭ મીમી

જુનાગઢ

મેંદરડા        ૮   મીમી

કેશોદ          ૭   મીમી

જુનાગઢ        ૧   મીમી

માંગરોળ       ૩   મીમી

માણાવદર     ર   મીમી

માળીયાહાટીના     ૬   મીમી

વંથલી         ૩   મીમી

વિસાવદર      ૩   મીમી

ભાવનગર

ગારીયાધાર    ૧   મીમી

ઘોઘા           ૮   મીમી

પાલીતાણા     ર   મીમી

ભાવનગર      ૧   મીમી

રાજકોટ

કોટડાસાંગાણી ૩   મીમી

ગોંડલ         ૧   મીમી

પડધરી        ર   મીમી

રાજકોટ        ૧   મીમી

જેતપુર         ૮   મીમી

કચ્છ          

મુંદ્રા            ૬   મીમી

માંડવી         ર   મીમી

ગીર સોમનાથ

તાલાલા        ૪   મીમી

જામનગર

જામજોધપુર    ર   મીમી

જામનગર      ૪   મીમી

જોડિયા        ૬   મીમી

અમરેલી

વડિયા         ર   મીમી

દેવભૂમિ દ્વારકા

ભાણવડ        ર   મીમી

ખંભાળીયા      ર   મીમી

પોરબંદર      ૧   મીમી

રાણાવાવ       ૧      મીમી

(11:08 am IST)