Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

દ્વારકામાં ગૌશાળાનો ફાળો ઉઘરાવવા આવેલા પોરબંદરના આધેડ ઉપર છરી વડે હૂમલો

ખંભાળિયા,તા. ૧૯: પોરબંદરના ખાખ ચોકમાં રહેતા અને સોમનાથ ગૌશાળામાં નોકરી કરતાં રમેશભાઇ વલ્લભદાસ લશ્કરી (ઉવ.૪૫)નામના બાવાજી આધેડ શનિવારના રોજ દેવશીભાઇ સાથે દ્વારકાના ગોમતીઘાટ પાસે ગૌશાળાનો ફાળો ઉઘરાવવા માટે આવ્યા હતા ત્યારે પોરબંદરના જ ખાપટમાં રહેતા હરીશ દેવીદાસ ગોંડલીયાએ ઝઘડો કરી છરી વડે હુમલો કરતા આધેડને ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે રમશેભાઇની ફરીયાર પરથી દ્વારકા પોલીસે હરીશ દેવીદાસ ગોંડલીયા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં રમેશભાઇ જે ગૌશાળામાં નોકરી કરે છે. તેમાં હરીશ ગોંડલીયા પશુ ડોકટર તરીકે ફરજ બજાવે છે અને ગૌશાળાના સંચાલક અવસાન પામતા તેનો વહીવટ હરીશ ગોંડલીયાનો પુત્ર કરી રહ્યો છે. રમેશભાઇ તથા દેવશીભાઇ ફાળલ ઉઘરાવવા આવતો તે સારૂ નહીં લાગતા હુમલો કર્યો હતો.

ખંભાળિયાની સગીરાને ભગાડી ગયો

ખંભાળિયાના શકિતનગરમાં રહેતી સગીરાને ભગાડી જતા શીરૂ તળાવ પાસે રહેતા મયુર હરીયાણી સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આ બાબતે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, મારી ૧૭ વર્ષની પુત્રીને શીરૂ તળાવ પાસે રહેતો મહેશ ઉર્ફે મયલો હરીયાણી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી ઉઠાવી ગયો છે.

ફળિયામાં પથ્થર ફેંકવા બાબતે મહિલા સહિત ત્રણનો હુમલો

ખંભાળિયાના શકિતનગરના પાણાખાણામાં રહેતા રવીના મેરામણભાઇ ચાવડા (ઉવ.૩૫)નામના મહિલાએ ખંભાળિયા પોલીસ મથકમાં ભીખા ભરવાડ તેમની પત્ની ગીતાબેન અને પુત્ર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, બાજુમાં બાજુમાં રહેતો હોય અને આ લોકો અમારા ફળીયામાં પાણા નાખતા હોવાથી મેં તેને પાણા નાખવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ ગાળોબોલી છુટ્ટો પર પથ્થરનો ઘા મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

(11:06 am IST)