Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કોટડાસાંગાણીમાં એક ભારત શ્રેષ્‍ઠ ભારત

 કોટડા સાંગાણીઃ ઠાકોર મૂળવાજી વિનયન કોલેજ દ્વારા ભારત સરકારના એક ભારત શ્રેષ્‍ઠ ભારત પ્રકલ્‍પ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્‍યાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન થયું. જેમાં યોગ દિવસની ઉજવણી, વૃક્ષારોપણ, ભીતપત્ર, રાજ્‍યકક્ષાની ઓનલાઈન કવીઝ, પંચાયત રાજ્‍ય દિવસની ઉજવણી, આજની નારી અશક્‍ત કે સશક્‍ત વિષય પર ચર્ચા જેવી વૈવિધ્‍યસભર પ્રવૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. એક ભારત શ્રેષ્‍ઠ ભારતના કો-ઓર્ડીનેટર ડો. વીણા એમ. બંસલ તેમજ અધ્‍યાપકોના સહકારથી અને આચાર્ય ડો. ગુણવંતરાય બી. વાજાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયા હતા. યોગ કરતા છાત્રોની તસ્‍વીર.

 

(10:32 am IST)