Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

જામનગર મનપાને જંગી આર્થીક નુકસાન બદલ ટેક્સ ઓફીસર નંદાણીયા સામે તપાસ મંગાતા ખળભળાટ

ઔધોગીક મિલકત રહેણાક બતાવી જંગી આર્થીક નુકસાન કરનાર ટેક્સ ઓફીસર સામે તપાસ

જામનગર કોર્પોરેશનને જંગી આર્થીક નુકસાન કરનાર કોર્પોરેશનના ટેકસ ઓફીસર નંદાણીયા સામે તપાસ મંગાતા ખળભળાટ મચી ગયો છે કેમકે આસિસ્ટન્ટ કમિશ્નર ટેક્સનો પુરાવા સાથેનો ખાનગી અહેવાલ કમિશ્નર સમક્ષ પહોંચી ગયો હોઇ કલર પકડે તેવા  સંજોગો સર્જાયાનુ જાણકારો કહે છે અને કોર્પોરેશનમા જોરશોરથી હાલ તો ચર્ચાતા આ વિષયમા એમ પણ ઘુસપુસ થાય છે કે હવે આ બાબત બહાર આવી હોય પોતે શરણુ શોધવા અને સાંગોપાંગ પાર ઉતરવા અમુક સાથે સમાધાન અમુક સમક્ષ માફા માફી અમુક સમક્ષ સંબંધ અને ફાયદો કરાવ્યાની દુહાઇ આપી પોતાને બચાવવા અપીલ કરવાનુ વિચારી રહ્યાનુ પણ ચર્ચાય છે,

હાલ મહાનગરપાલિકાના ટેકસ ઓફીસર તરીકે ફરજ બજાવતા નંદાણીયા દ્વારા મહાનગરપાલિકાને આર્થિક નુકશાન થાય તે પ્રકારે કામગીરી કરી રહ્યા હોય તેવુ આ અહેવાલ પરથી માલુમ પડેલ છે વધુમાં મનપાના ભાજપના એક સિનિયર કોર્પોરેટરે જણાવી ઉમેર્યુ છે કે પોતાના અંગત હિત સમાયેલ હોય તેવી બિનરહેણાંક પ્રોપર્ટીઓને રહેણાંક પ્રોપર્ટીની કેટેગરીમાં સમાવેશ કરી કોઇ ચોકકસ ઇસમોને લાભ આપવામાં આવી રહ્યો છે.જેના પુરાવાઓ અમારા દ્વારા એટલે કે કમિશ્નરને પત્ર લખનાર સીનીયર કોર્પોરેટર દ્વારા એકત્ર કરવામાં આવેલ છે. જેને પણ આ સાથે સામેલ રાખી કમિશનરને સાદર કરવામાં આવ્યા છે, આવી બિનરહેણાંક કોમર્શીયલ પ્રોપર્ટીઓને રહેણાંક પ્રોપર્ટીની કેટેગરીમાં સમાવેશ કરવાથી મહાનગરપાલિકાને બહુ મોટું આર્થિક નુકશાન નંદાણીયા દ્વારા પહોંચાડવામાં આવેલ છે

કમિશ્નર સમક્ષ તપાસ માંગતી આ લેખીત રજુઆતમા આ સિનીયર કોર્પોરેટરે વધુમાં ઉમેર્યુ છે કે જે તે સમયે કમિશ્નર હર્ષદ પટેલ દ્વારા આ બાબતે ફાઇલ પર નોટીંગ પણ કરવામાં આવેલ કે, લગત કર્મચારીને મહાનગરપાલિકાની આર્થિક જવાબદારી આવતી હોઇ તેવી કોઇપણ પોસ્ટ ઉપર ચાર્જ નિમણુંક આપવી નહી. જે બાબતને ધ્યાને લઇ તાત્કાલીક આપ દ્વારા લગત કર્મચારીની જગ્યાએ અન્ય અધિકારી-કર્મચારીને ચાર્જ તાત્કાલીક આપવો જોઇએ.જેથી મહાનગરપાલિકા વધુ આર્થિક નુકશાન ન જાય આથી આપ તાત્કાલીક આ બાબતે તટસ્થ તપાસ કરશો તેમ પણ કમિશ્નરને લખ્યુ છે,

(10:45 pm IST)