Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ગાંધીધામમાં જીએસટી કમિશનર આનંદ કુમાર પુલપાકાની પત્નીના પોતાના જ પતિ સામે ધરણા

વીસ વર્ષથી અન્યાય કરી રહ્યો હોવાનું જણાવી પત્ની રત્નાએ પોતાને અને દીકરીને તેમની સાથે ઘરમાં રહેવા દેવાની માંગણી કરતાં પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા: પતિને સૂચક સંદેશ આપવા ‘આદમી બનો’ ‘અમને પાછાં રાખો' જેવા કટાક્ષયુક્ત પ્લેકાર્ડ સાથે ધરણાં

ગાંધીધામ GST કમિશનર આનંદ કુમાર પુલપાકાની પત્ની દીકરીને લઈ GST ભવન સામે પતિ વિરુદ્ધ  જ ધરણાં પર બેસી જતાં કમિશનરના ઘર પરિવારનો અંગત મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો છે પતિ આનંદ કુમાર પોતાની સાથે વીસ વર્ષથી અન્યાય કરી રહ્યો હોવાનું જણાવી પત્ની રત્નાએ પોતાને અને દીકરીને તેમની સાથે ઘરમાં રહેવા દેવાની માંગણી કરતાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરતાં ભારે  જોવા જેવી થઈ હતી.

પતિની નીતિ-રીતિથી ત્રસ્ત પત્ની રત્નાએ પત્રકારો સમક્ષ પતિ વિશે હિન સ્તરના આરોપ લગાડ્યાં હતા. એટલું જ નહીં પતિને સૂચક સંદેશ આપવા ‘આદમી બનો’ ‘અમને પાછાં રાખો' જેવા કટાક્ષયુક્ત પ્લેકાર્ડ ધરણાં સ્થળે પ્રદર્શિત કર્યાં હતા.  રત્ના પુલપાકાએ જણાવ્યું કે “પતિ આનંદ કુમારે છૂટાછેડાં આપ્યાં વગર બીજા લગ્ન કરી લીધાં છે. બીજા લગ્નથી તેમને બે-ત્રણ બાળકો છે. તેઓ બીજી પત્ની અને સંતાનો સાથે રહે છે અને મને તેમજ મારી દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યાં છે. હું અને મારી દીકરી પતિ જોડે રહેવા ઈચ્છીએ છીએ....

(10:31 pm IST)