Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય હળવદમાં :મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી.

મૃતકોને શ્રદ્ધાંજલિ આપી, દોષિત સામે કડક કાર્યવાહી કરવા સરકારને અપીલ.

હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થતા કામ કરી રહેલા ૧૨ શ્રમિકો દીવાલ નીચે દટાઈ જતા મોટી કરુણાંતિકા સર્જાઈ હતી જે બનાવને પગલે આજે વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી હતી તો ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય આજે હળવદ આવી પહોંચ્યા હતા
હળવદમાં સર્જાયેલી કરુણાંતિકાને પગલે હળવદ પંથકના વેપારી આલમમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. હળવદના તમામ વેપારીઓ ગુરુવારે અડધો દિવસ દુકાનો બંધ પાળવાનો નિર્ણય કર્યો હતો અને ભવાની મેડીકલ પાછળ આવેલ હરસિદ્ધિ માતાજી મંદિરે શોકસભા રાખીને મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી
તો હળવદ દુર્ઘટનાને પગલે બુધવારે મુખ્યમંત્રી, મંત્રી અને અગ્ર સચિવ સહિતના આગેવાનો આવ્યા બાદ આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય હળવદ આવી પહોંચ્યા હતા જેઓએ દુર્ઘટના મામલે શોક વ્યક્ત કરી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને રાજ્ય સરકારે તેમજ કેન્દ્ર સરકારે સહાયની જાહેરાત કરી હે તે ઝડપથી પરિવારને મળે તે માટે પ્રયાસ કરાશે તેમ જણાવ્યું હતું સાથે જ આવી દુર્ઘટના ભવિષ્યમાં ફરી ના બને અને દોષિત સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ પણ તેઓએ કરી હતી.

(8:32 pm IST)