Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ભેસાણ પીએસઆઇ ગઢવીનું સન્‍માન

જુનાગઢઃ ભેસાણ ખાતે અખિલ ભારત સાધુ સમાજના અધ્‍યક્ષ પુ. મુકતાનંદ બાપુના ૬૪માં જન્‍મ દિવસ નિમીતે રકતદાન કેમ્‍પ યોજાયો હતો જેમાં પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર ચરિતાર્થ કરતા ભેસાણ પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. કે. એમ. ગઢવી એ પણ રકતદાન કરી માનવસેવા એ પ્રભુ સેવા ગણી પુ. બાપુ પ્રત્‍યે અનન્‍ય ભાવ વ્‍યકત કર્યો હતો. શ્રી ગઢવીની આ પ્રવૃતિને સમસ્‍ત બ્રહ્મ સમાજ વતી અમિતભાઇ વેગડા સહિતનાએ બિરદાવી ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્‍માન કર્યું હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ-વિનુ જોષી તસ્‍વીર-મુકેશ વાઘેલા)

(1:18 pm IST)