Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કાલાવાડના બાંગા ગામે સત્‍સંગ બાબતે માર માર્યો

જામનગર, તા.૧૯ : કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં ગોપાલભાઈ ભુરાભાઈ ચોવટીયા, ઉ.વ.૬૦, રે. બાંગા ગામ, તા.કાલાવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, બાંગા ગામે આરોપી રમેશભાઈ નાથાભાઈ ચોવટીયા એ તેની કરીયાણાની દુકાન પાસે ફરીયાદી ગોપાલભાઈને રોકી કહેલ કે  તું તારા ઘરના સભ્‍યોને અમારા ઘરે સત્‍સંગ હોય તેમા કેમ આવવા દેતો નથી. ? એમ કહી ફરીયાદી ગોપાલભાઈ સાથે માથાકુટ ઝઘડો કરવા લાગેલ અને ગાળો બોલવા લાગેલ જેથી ગાળો બોલવાની ના પાડતા તેઓ એકદમ ઉશ્‍કેરાઈ જઈ તેઓની દુકાન માંથી એક લાકડાનો ધોકો લઈ તેના વડે ફરીયાદી ગોપાલભાઈને એક ઘા વાંસાના ભાગે તથા એક ઘા ડાબા કાનની બાજુમાં મારી મુંઢ ઈજાઓ કરી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

કાલાવડમાં તાળા ફંફોળતો ઝડપાયો

કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બાલભંડી નાકા પાસે, જુન માર્કેટીંગ યાર્ડની બહાર બજારમાં આરોપી શંકરભાઈ કિશનભાઈ સોમાની, રે. કાલાવડવાળો રાત્રીના આંધારામાં લુપાતો છુપાતો બંધ દુકાનોના તાળા ફંફોળતો શખ્‍સ ઝડપાયો છે.

(2:23 pm IST)