Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

લાઠીના ટોડા ગામે ગેરકાયદે માટીનું ખોદકામઃ ૯ લાખનો મુદ્દામાલ જપ્‍ત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૯ : લાઠી તાલુકાના ટોડા ગામે ઢોરાવાળા ખોડીયાર મંદિર પાછળ જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરી ચોરી કરતા આરીફ પલતુભાઇ ખાન, સાગર જીતુભાઇ સરવૈયા, વિઠલ ભીમજીભાઇ રાઠોડને જેસીબીજીજે ૧૪ પીએમ ૪૩પ૬ રૂા. ૪ લાખ, ડમ્‍પર જીજે ર૧ ડબલ્‍યુ ૧૮પપ રૂા.ર,પ૦,૦૦૦ બેટન માટે રૂા.૧ હજાર, ડમ્‍પર જીજે૦૯ વાય ૯૯૩પ રૂા.ર,પ૦,૦૦૦ મળી કુલ રૂા.૯,૦૧,૦૦૦ ના મુદામાલ સાથે એએસઆઇ બી.પી.ધાંધલાએ ઝડપી પાડયા હતા.

ઇજા

રાજુલા ચંદા ગેસ્‍ટ હાઉસવાળા રસ્‍તે એસ્‍સાર પેટ્રોલપંપ પાસે તેમજ વડલી ગામે રાવતભાઇ ધાખડાની દુકાન પાસે વીજયભાઇ પુંજાભાઇ ધાખડાએ આજથી દોઢ વર્ષ પહેલા નરેશ ઉર્ફે ધુધો કેશુભાઇ ધાખડા વિરૂધ્‍ધ ફરીયાદ કરેલ અને આરોપીને પાસા થયેલ જે મનદુઃખ રાખી તા. ૧૬/પ ના પોતાની અલ્‍ટોકાર લઇ આવી ગાળો બોલી છરી બતાવી જ્ઞાતિપ્રત્‍યે હડધુત કરી ધમકી આપી ફોરવ્‍હિલ પાછળ પોતાની ફોરવ્‍હિલ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી વીજયભાઇએ પોતાની ફોરવ્‍હિલ ઉભી ન રાખતા વડલી ગામે રસ્‍તાની સાઇડમાં ફોરવ્‍હિલ સાથે અથડાવી છુટા પથ્‍થરના ઘા મારી ફોરવ્‍હિલના કાચ તોડી નુકસાન કરી પથ્‍થરવડે માર મારી ઇજા કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છ.ે

આપઘાત

મોટા ગોખરવાળા ગામે હસમુખભાઇ પટેલની વાડીમાં ભાગયું રાખેલ અશ્વિનભાઇ લાલજીભાઇ માલાણીયા કોઇ અગમ્‍ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી જતા મોત નિપજયાનું પુત્ર વિકાસભાઇ માલણીયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

જુગાર

અમરેલી, જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે યુવરાજ નાજભાઇ કોટીલા, હરેશ રામકુભાઇ કોટીલા સહિત ત્રણ શખ્‍સોને જાહેરમાં જુગાર રમતા હે.કોન્‍સ રાજુભાઇ વરૂએ રોકડા રૂા. ૬૪૧૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

(1:02 pm IST)