Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જુનાગઢમાં અપહરણ કરી ખંડણી લેવાના બનાવમાં ત્રણેય આરોપી તુર્ત જ ઝડપાઇ ગયા

જુનાગઢ, તા. ૧૯ : ચીતાખાના ચોકમાં આવેલ-માલકાણી નામની મોબાઇલની દુકાન ધરાવનાર અફરોજભાઇ અહમદભાઇ માલકાણી મેમણ (ઉ.વ.૩૪) ધંધો વેપાર રહે. જુલાયવાડાના નાકા મધુર સ્‍કુલની સામે, નરસિંહ વિધ્‍યા મંદિરની સામેની બાજુમાં જુનાગઢવાળાનો છ આરોપીઓ જેમાં (૧) મોહસીન ઉર્ફે હોલેહોલે રે. જુનાગઢ (ર) સોહિલ રે. લંધાવાડા (૩) અકરમ પટેલ રહે. માંડવી ચોક (૪) સરફરાજ ઉર્ફે ડાબરો રે. જુનાગઢ (પ) શાહરુખ બાપુ રહે. પીસોરીવાડા તથા (૬) એક અજાણ્‍યા પુરૂષ ઇસમવાળાઓએ જુનાગઢ કાળવા ચોકમાંથી પીછો કરી અને બહાઉદ્દીન કોલેજની સામે પકડી લઇ અને ત્‍યાંથી ફરીયાદીને છરીઓ બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ અપી રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- જેટલી માતબર રકમની ખંડણીની માંગણી કરી ફરીયાદીનું અપહરણ કરી સરદારબાગની અંદર આવેલ કેન્‍દ્રની પાછળ અવાવરૂ જગ્‍યામાં લઇ જઇ ફરીયાદીને ઢીકાપાટુ તથા પથ્‍થર વડે માર મારી અને છરીનો ઘા મારી દઇ ફરીયાદીને લોહીલુહાણ કરી અને આરોપીઓની ચુંગલમાં જીવીત છુટવા માટે તાત્‍કાલીક રૂપિયાની વ્‍યવસ્‍થા કરી આપવા જણાવતા ફરીયાદીએ પોતાના ભાઇને ફોન કરી તાત્‍કાલીક રૂપિયા ર,૦૦,૦૦૦/- ની વ્‍યવસ્‍થા આરોપીઓને કરી આપેલ આમ છતા પણ આરોપીઓની રૂપિયા ર,૦૦,૦૦૦/- ની વ્‍યવસ્‍થા આરોપીઓને કરી આપેલ આમ છતાં પણ આરોપીઓની રૂપિયાઓની લાલચ પુરી થયેલ નહી અને ફરીયાદીને બીજા રૂા. ૮,૦૦,૦૦૦/- ની વ્‍યવસ્‍થા કરવા જણાવેલ અને ફરીયાદીને લોહી લુહાણ હાલતમાં પોતાના બંધકમાં રાખી અલગ અલગ જગ્‍યાએ ફેરવેલ અને સવારે રૂપિયા પ,૦૦,૦૦૦/- આપી જવાની અને પોલીસ ફરીયાદ નહી કરવાની ધમકી આપી આરોપીઓએ ફરીયાદીને તેના ચૂંગલમાંથી મુકત કરેલ અને પછી ફરીયાદી ત્રિમૂર્તી હોસ્‍પિટલમાં સારવારમાં દાખલ થયેલ અને જે બાબતનો તા. ૧૬-૦પ-ર૦રર સી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ થયેલ.

 તેમજ ફરીયાદી અબ્‍દુલ કાદરભાઇ હાસમભાઇ ભાટા ઘાંચી મુસ્‍લીમ (ઉ.વ.૪ર) ધંધો મજુરીકામ રહે. જુનાગઢ સરદારબાગ પાછળ ગુલીસ્‍તાન સોસાયટી ગોરીપીર મસ્‍જીદ પાછળ બ્‍લોક નં. ર૦-ર૧ વાળાએ પોલીસ સ્‍ટેશન આવી પોતાની ફરીયાદ આપેલ કે તા. ૧પ-૦પ-ર૦રર ના પોતાને આરોપીઓ (૧) મોહસીન ઉર્ફે હોલેહોલે (ર) સરફરાજ ઉર્ફે ડાબરો (૩) શાહરૂખ રહે. ત્રણય જુનાગઢ (૪) ફીરોઝ ઉર્ફે લાલો રહે. ચોબારીવાળાઓ સરદારબાગની અંદર આવેલ કેન્‍ટી પાસે પોતાને બોલાવી પોતાને ગાળો આપી આરોપી મોહનસ ઉર્ફે હોલેહોલે એ  છરી બતાવી રૂપિયા પ,૦૦,૦૦૦/- ની ખંડણી માંગી લ અજે જો ખંડણીના રૂપિયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ જેથી ફરીયાદએ આરોપીઓના ચૂંગલમાંથી જીવીત બચવા સારૂ રૂા. ૧૦,૦૦૦/- તાત્‍કાલીક આરોપીઓને ખંડણી પેટે આપેલ જે મતલબનો ગુનો દાખલ થયેલ.

દરમ્‍યાન અમોને જે.જે. ગઢવી પો. સબ. ઇન્‍સ. તથા પો. હેડ કોન્‍સ. આઝાદ સિંહ મુળુભાઇ સીસોદીયા તથા ઇન્‍દ્રજીતસિંહ રણવીરસિંહ ઝાલાને હકિકત મળેલ કે ગુનામાં સંડોવાયેલ આરોપી મોહસીન ઉર્ફે હોલેહોલે હાલ ઢાલ રોડ ઉપર આવેલ મચ્‍છી માર્કેટમાં આંટા મારે છે. અને આરોપી ખુબ જ જનુની સ્‍વાભાવનો હોય જેથી પોલીસ ટીમ સાથે મચ્‍છી માર્કેટમાં જતા આરોપી તેના સ્‍વભાવ પ્રમાણે ભાગેલ પરંતુ સાથેના પો. સ્‍ટાફએ તેમનો પીછો કરી તેમને પકડી લીધેલ અને તેમની જડપી કરતા ગુનામાં ઉપયોગ કરેલ એક ફૂટ લંબાઇની છરી તેના નેફામાંથી મળી આવેલ.

બાદ અન્‍ય આરોની શોધખોળ ચાલુ હતી દરમ્‍યાન જે.જે. ગઢવી પો. સબ. ઇન્‍સ. તથા પો. હેડ કોન્‍સ. આઝાદસિંહ મુળુભાઇ સીસોદીયા તથા ઇન્‍દ્રજીતસિંહ રણવીરસિંહ ઝાલા તથા દિલીપભાઇ બચુભાઇનાઓ હકિકત મળેલ કે ગુનામાં સંડોવાયેલ આરોપી સરફરાઝ ઉર્ફે ડાબરો રહે. જુનાગઢ ઘાંચીપટ ખરાવાળા વાળો તેના ઘરે હાજર છે જેથી પોલીસની ટીમ સાથે આરોપીના ઘરે પહોંચતા આરોપી તેની મોટર સાલકઇ લઇ ભાગવાની ફીરાકમાં હોય જેથી તેમને જે તે સ્‍થિતિમાં દબોચી લીધેલ અને તેની પાસેથી બર્ગમેન મોટર સાઇકલમાંથી આશરે એક ફૂટ લંબાઇની ગુનામાં ઉપયોગ કરેલ છરી મળી આવેલ.

બાદ અન્‍ય આરોપીની શોધખોળ ચાલુ હતી દરમયન જે.જે. ગઢવી પો. સબ. ઇન્‍સ. તથા પો. હેડ કોન્‍સ. આઝાદસિંહ મુળુભાઇ સીસોદીયા તથા ઇન્‍દ્રજીતસિંહ રણવીરસિંહ ઝાલા તથા કરણીસંહ દેવાભાઇનાએ હકિકત મળેલ કે ગુનામાં સંડોવાયેલ અન્‍ય આરોપી ફીરોઝ ઉર્ફે લાલો કાસમભાઇ હાલા ગામેતી રહે. ચોબારી વાળો હાલ જુનાગઢ ખામધ્રોળ રોડ નવી આર.ટી.ઓ. કચેરી સામે હોવાનું હકિકત મળતા જેથી પોલીસની ટીમ સાથે આર.ટી.ઓ કચેરી સામે જતા આરોપી ભાગવાની ફીરાજકમાં હોય જેથી તેમને જે તે સ્‍થિતિમાં દબોચી લીધેલ અને તેની પાસેની બળજબરીથી કઢાવેલ રોકડા રૂપિયામાંથી ભાગમાં આવેલ રૂા. ૩૦૦૦/- તથા મોબાઇલ ફોન મળી આવેલ.

પકડાયેલ આરોપીઓ વેપારીઓ તેમજ સારા ઘરના લોકોને ધાક ધમકીઓ આપી હથિયારો બતાવી ખંડણી પેટે લખો રૂપિયાની રકમ પડાવતા હોવાની મોડસ ઓપરેન્‍ડી ધરાવતા હોય, કોઇપણ માણસ આ આરોપીઓનો ભોગ બનેલ હોય કોઇ પણ જાતના ડર વગર ક્રાઇમ બ્રાન્‍ચના પી.આઇ. હરેન્‍દ્રસિંહ ભાટી (મો. નં. ૯૭ર૭૭ રર૪૮૮) તેમજ જુનાગઢ સી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પો. સ. ઇ.જે.જે. ગઢવી (મો. નં. ૮૦૦૦૦ર૧૦૦ર) ઉપર સંપર્ક કરવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ. છે.

સી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ. જે.જે.ગઢવી, પો. સબ. ઇન્‍સ. તથા પો. સ્‍ટે.ના એ.એસ.આઇ.એન.વી. રામ તથા પો. હેડ કોન્‍સ. આઝાદસિંહ મુળુભાઇ સીસોદીયા તથા પો. હે. કોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ રણવીરસિંહ તથા પો. હેડ કોન્‍સ. એસ.પી. રાઠોડ તથા પો. કોન્‍સ. કરણસિંહ દેવાભાઇ ઝણકાત તથા દિલીપભાઇ બચુભાઇ ડાંગર તથા ચેતનસિંહ જગુભાઇ સોલંકી તથા મનીષભાઇ તથા જીલુભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:52 pm IST)