Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

હળવદના ગોઝારા બનાવના દોષિતો સામે કડક કાર્યવાહી ની માંગ કરતી મોરબી જિલ્લા કોંગ્રેસ

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧૯ : મોરબી જિલ્લા ના હળવદ મુકામે ગઇકાલે એક દુઃખદ ઘટના જીઆઇડીસી માં સોલ્‍ટના કારખાના માં આશરે ૬૦ફૂટ ની દીવાલ કોય પણ જાત ના આઘાર કે બીમ કોલમ વગર ની દીવાલ અચાનક ઘસી પડતા આશરે તેમાં કામ કરતા શ્રમજીવી પરિવાર ના બાળકો સહિત મહિલા પુરુષ ના આશરે ૧૨ વ્‍યક્‍તિ ના મોત થયા છે
  ત્‍યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયંતીભાઈ જે પટેલ ની આગેવાની માં હળવદ શહેર પ્રમુખ શેલૈષભાઈ દવે. તાલુકા  પ્રમુખ રાણા સાહેબ હેમાંગભાઈ રાવલ જટુભા તેમજ પીપી બાવારવા અશ્વિન વિડજા અને મહેશ રાજ્‍યગુરૂ વગેરે આગેવાન એ સ્‍થળ પર દોડી જય બનાવના સ્‍થળે પહોંચી નિરીક્ષણ કરેલ અને ઇજાગ્રસ્‍ત ની હોસ્‍પિટલ જય ને રૂબરૂ મુલાકાત કરી અને  મૃતકના પરિવારને રૂબરૂ મળી દિલસોજી પાઠવી અને માનવ સર્જિત બેદરકારી ની તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા ની માંગણી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ તેમ જિલ્લા કોંગ્રેસ ની પ્રેસ યાદી જણાવે છે.

 

(11:46 am IST)