Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જામજોધપુર : કાલે મોટા ઉજળા ૧૦મા વાર્ષિક પાટોત્‍સવની ઉજવણી ત્રિવિધ કાર્યક્રમ

રાજકોટ મંદિરના મહંત શાષાી સ્‍વામીશ્રી રાધારમણદાસજી લાભ લેશે

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર, તા. ૧૯: ઈષ્ટદેવ શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની કૃપાથી શ્રી રાધારમણ દેવ દેશના મોટા ઉજળા ગામના શ્રી સ્‍વામિનારાયણ મંદિર (બહેનોનું)માં બિરાજતાં શ્રી ઘનશ્‍યામ મહારાજનો ૧૦ મો વાર્ષિક પાટોત્‍સવ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આર્શિવાદથી તેમજ બંન્ને મંદિરના નિર્માતા અક્ષર ધામસ્‍થ સદગુરુ શાસ્ત્રી સ્‍વામી શ્રી ભગવતચરણ દાસજીના દિવ્‍ય આશીર્વાદ થી તેમજ સંતો ની પાવન ઉપસ્‍થિતિમાં વૈશાખ વદ - ૫ તા.૨૦-૫-૨૦૨૨ ને શુક્રવારના રોજ વેદોક્‍ત વિધિથી મહાપૂજા ,સત્‍સંગ સભા , અન્નકુટદર્શન તેમજ ભોજનપ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે આ પ્રસંગે રાજકોટ મંદિરના મહંત શાસ્ત્રી સ્‍વામી શ્રી રાધારમણ દાસજી ખાસ ઉપસ્‍થિત રહિ કથાવાર્તા નો અલભ્‍ય લાભ આપશે

આ તકે બાલજીમંદિરના કોઠારી સ્‍વામી પૂ.વિવેકસાગર દાસજી સંગીતમય મહાપુજા કરાવશે તેમજ કોઠારી સ્‍વામી પૂ. ગોવિંદચરણદાસજી-વડાલ, કોઠારી સ્‍વામી જગતપ્રકાશદાસજી જામજોધપુર,કોઠારી સ્‍વામી સંતચરણદાસજી વડાલ સહિતના સંતો મહંતો ઉપસ્‍થિત રહેશે.

પાટોત્‍સવના મુખ્‍ય યજમાન ભ.પ.શ્રી વલ્લભભાઈ ખોડાભાઇ ગજેરા પરિવાર હસ્‍તે શ્રી વસંતભાઈ લયવલ્લભભાઈ રહેશે. આ પાટોત્‍સવમાં ઉપસ્‍થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવાયુ છે.

(11:10 am IST)