Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જામકંડોરણામાં ગૌવંશ પાંજરાપાોળ અને ગૌશાળામાં તા. ૨૪ થી ૩૦ સુધી શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ

કથા દરમ્‍યાન આવતા પાવન પ્રસંગો ધામધૂમથી ઉજવાશે : વ્‍યાસાસને દેરડી (કુંભાજી)ના શાષાીમુકુંદજી મહારાજઃ તા. ૨૭ના પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલના હસ્‍તે મુખ્‍ય પ્રવેશદ્વારનું લોકાર્પણ તેમજ વિઠલભાઇ રાદડીયાની પ્રતિમાની અનાવરણ વિધિઃ તા. ૨૭ના રોજ રાત્રે ભવ્‍ય કસુંબલ લોકડાયરો : સંસ્‍થાના પ્રમુખ જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન હેઠળ ચાલતી તડામાર તૈયારીઓ

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા.૧૮ : કાલાવડ રોડ પર ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાની રાહબરી નીચે ચાલતી ગૌ.વા. કલ્‍પેશભાઇ વિઠલભાઇ રાદડીયા ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળામાં તા. ૨૪ થી તા. ૩૦ સુધી ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ ભાગવત કથામાં પોથીયાત્રા તા. ૨૪ને મંગળવારે બપોરે ૩:૨૦ કલાકે વૈષ્‍ણવ સમાજથી વાજતે ગાજતે ધામધૂમથી નીકળશે. કથામાં આવતા પાવન પ્રસંગો શ્રી કપિલ જન્‍મ, શ્રી નૃસિંહ પ્રાગટય, શ્રી વામન પ્રાગટય, શ્રીરામ પ્રાગટય, શ્રી કૃષ્‍ણ જન્‍મ (નંદ મહોત્‍સવ), શ્રી ગીરીરાજ ઉત્‍સવ, રૂક્ષ્મણ વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. કથામાં વ્‍યાસાસને ભાગવતાચાર્ય પૂ.મુકુંદજી મહારાજ (દેરડી કુંભાજીવાળા) બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશેફ કથાનો સમય સવારે ૯ થી ૧૧:૩૦ કલાક અને બપોરે ૩ થી સાંજના ૬ કલાક સુધી રાખવામાં આવેલ છે. કથા દરમ્‍યાન દરરોજ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા. ૨૪ના રાત્રે હાલારી રાસ, તા. ૨૫ના રાત્રે કાનગોપી (પોલાભાઇ આહિર સેવંત્રા ગ્રુપ), તા. ૨૬ રાત્રે હાલારી રાસ (દિલીપભાઇ ભાલાળા ગ્રુપ) તા. ૨૭ના રાત્રે ભવ્‍ય કસુંબલ લોકડાયરો કલાકારો કિર્તીદાન ગઢવી, ફરીદા મીર તેમજ સાર્જીદાઓ, તા. ૨૮ના રાત્રે હાલારી રાસ (દીલીપભાઇ ભાલાળા ગ્રુપ), તા. ૨૯ના રોજ રાત્રે શ્રીનાથજીની ઝાંખી નિધિ ધોળકીયા ગ્રુપના કાર્યક્રમો યોજાશે.

 કથા દરમ્‍યાન તા. ૨૭/૫/૨૦૨૨ને શુક્રવારના રોજ સવારના ૧૦ કલાકે જામાકંડોરણામાં ગોંડલ રોડ પર કુલીંગ સેન્‍ટર પાસે નવનિર્મિત જામકંડોરણના મુખ્‍ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ તેમજ વિઠલભાઇ રાદડીયાની પ્રતિમાની અનાવરણ વિધિ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલના હસ્‍તે કરવામાં આવશે. આ શ્રીમદ ભાગવત કથાના આયોજનની પૂર્વ તૈયારી સંસ્‍થાના પ્રમુખ અને ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન નીચે તમામ ટ્રસ્‍ટીશ્રીઓ તેમજ યુવાનો કરી રહ્યા છે. સંસ્‍થાના પ્રમુખ જયેશભાઇ રાદડીયાએ તાલુકા ભરના લોકોને આ કથાશ્રવણ તેમજ ધાર્મિક, સાંસ્‍કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા નિમંત્રણ પાઠવેલ છે. 

(11:09 am IST)