Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

મોરબી જિલ્લામાં 25મીએ શિક્ષકોનો બદલી કેમ્પ યોજાશે

જિલ્લાના દરેક તાલુકા હેઠળની પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમા વિભાગ/ વિષયમાં વધારાના ફરજ બજવતા વિધાસહયક શિક્ષકોની વધઘટ સરભર અને વધ પરત બદલી કેમ્પ

મોરબી : પ્રાથમિક શિક્ષણ નિયામકે મંજુર કરેલ વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્ય શિક્ષકની વધઘટ સરભર કેમ્પથી બદલી કરવામાં આવશે.

મોરબી જિલ્લાના દરેક તાલુકા હેઠળની પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમા વિભાગ/ વિષયમાં વધારાના ફરજ બજવતા વિધાસહયક શિક્ષકોની વધઘટ સરભર અને વધ પરત બદલી કેમ્પમાં આગામી તા.25ના રોજ બુનિયાદી કન્યા પ્રાથમિક શાળા,વી.સી.ફાટક પાસે.મોરબી ખાતે માળીયા(મી.)ના શિક્ષકો માટે સવારે 9 થી 10 કલાકે,હળવદના શિક્ષકો સવારે 10:30 થી 11:15 કલાકે,વાંકાનેરના શિક્ષકો માટે 11:30 થી 12:30 કલાકે,મોરબીના શિક્ષકો 2 થી 3 કલાકે,ટંકારાના શિક્ષકો માટે 3:30 થી 5 કલાકે અને જિલ્લાના જનરલ વધ સરભર કેમ્પ 5 થી 5:30 વાગ્યા સુધી યોજાશે

(10:01 pm IST)