Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

આર.સી.એચ.ઓ.ડૉ.કાપડિયા દ્વારા આરોગ્ય વિષયક કામગીરી બાબતે રાજુલા તાલુકાની મુલાકાત લેવાઈ

રાજુલા તાલુકાને આરોગ્યની દ્રષ્ટિએ કઈ રીતે સમૃદ્ધ કરી શકાય અને તે માટે શુ શુ સુધારા વધારા કરવા પડે તે બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા સાથે વિગતવાર વિસ્તૃત ચર્ચા કરી

અમરેલી કલેકટર ગૌરાંગ મકવાણા અને ડીડીઓ દિનેશ રમેશ ગુરવ દ્વારા લોકોના આરોગ્યની સુખાકારીમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નો કરાઈ રહયા છે તે અનુસંધાને જીલ્લા આરસીએચઓ અધિકારી ડૉ.એમ.પી.કાપડિયા સાહેબ દ્વારા રાજુલા તાલુકાના ભેરાઈ,વિક્ટર અને ડુંગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ભેરાઈ અને માડળ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સાથે આયોજીત મમતા દિવસની વિજીટ કરી સ્ટાફની રેગ્યુલર હાજરી,સમયસર લોકોને સારવાર આપવા,જરૂરી દવાઓની ઉપલબ્ધતા,હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સેવાઓ લોકો સુધી પહોંચતી કરવા,મમતા દિવસમા બાળકો અને માતાઓને સમયસર સેવાઓ આપી સેવાઓ વિનામૂલ્યે લેબોરેટરી અને સોનોગ્રાફી તપાસ સહિતની વિવિધ માહિતી મેળવેલ તેમજ સગર્ભા બહેનના ઘરે તો ડૉ.કાપડિયા સાહેબ દ્વારા રૂબરૂ મુલાકાત કરી આરોગ્ય સ્ટાફ દ્વારા અપાતી સેવાઓ વિશે માહિતી મેળવી લોહીની ઓછી ટકાવારી વાળી સગર્ભા બહેનોને આર્યન સુક્રોજ આપવા અને જરૂરી પોષણ બાબતે ધ્યાન રાખવા જણાવેલ આમ રાજુલા તાલુકાને આરોગ્યની દ્રષ્ટિએ કઈ રીતે સમૃદ્ધ કરી શકાય અને તે માટે શુ શુ સુધારા વધારા કરવા પડે તે બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા સાથે વિગતવાર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનો જણાવેલ જે યાદીમાં જણાવેલ છે.

(9:58 pm IST)