Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

બુધવારથી કેશોદમાં સો બેડની કોવિડ હોસ્‍પિટલ શરૂ

એક સરકારી તબીબ સિવાય બધુ ખાનગી ટ્રસ્‍ટના સહારે

કેશોદ તા. ૧૯ :.. યુ. કે. વી. મહિલા કોલેજ ટ્રસ્‍ટ તરફથી આશરે સો ઉપરના અગ્રણી કાર્યકરોની હાજરીમાં જણાવવામાં આવ્‍યુ હતું કે આ વિસ્‍તારમાં કોરોનાના અસંખ્‍ય દર્દીઓ ધુમી રહ્યા છે અને જે જે દર્દીઓ જરૂરીયાતવાળા છે તે તમામને વિનામુલ્‍યે તબીબી સારવાર આપવા માટે આ ટ્રસ્‍ટ તરફથી આગામી બુધવાર તા. ર૧ થી સો બેડની કોવીડ હોસ્‍પિટલ શરૂ કરવામાં આવનાર છે. આ માટે સ્‍થળ ઉપર જ દાનની મોટી રકમ મળી હતી.

યુ. કે. વી. મહિલા કોલેજના કેમ્‍પસ ડાયરેકટર ભરતભાઇ વડારીયા તરફથી જણાવ્‍યું હતું કે અત્‍યારની ઉભી થયેલી સ્‍થિતિમાં આ તાલુકાના નાનામાં નાના માણસને પણ કોરોનાની બિમારી સામે પુરતી સારવાર મફતમાં મળી રહે તેવું આયોજન સંસ્‍થા તરફથી કરવામાં આવ્‍યુ છે. દર્દીને રહેવા-જમવા-દવા સહિતની તમામ સારવાર મફતમાં આપવામાં આવશે આવનાર દર્દીએ માત્ર તેનો મેડીકલ રેસ્‍ટ બહારની લેબોરેટરીમાં કરાવી લાવવાનો રહેશે આ રીપોર્ટના આધારે દર્દીને આ હોસ્‍પિટલમાં તાત્‍કાલીક સારવાર શરૂ કરવામાં આવશે.

માહિતી આપતા ડો. અજયભાઇ સાંગાણી અને મેડીકલ ઓફીસર ડો. પોપટે જણાવ્‍યુ હતું કે આ કોવીડ હોસ્‍પિટલ માટે સરકાર તરફથી મંજુરી મળી ગયેલી છે અને તે માટે રાઉન્‍ડ ધ કલોક એક મેડીકલ ઓફીસર હાજર રહેશે જયારે સ્‍થાનીક કેશોદ-માંગરોળ અને માળીયા હાટીના તાલુકાના ૧પ ડોકટરોએ પખવાડામાં એક દિવસ માનદ સેવા આપવાનો કોલ આપ્‍યો છે જયારે અન્‍ય સેવાઓ માટેના જરૂરી સ્‍ટાફની પણ અલગ - અલગ માનદ સેવા આપવા માટે સંખ્‍યા બંધ ઓફરો આવી હતી. આ માટે અલગ-અલગ ૧પ જેટલી સમિતિઓની પણ યાદી બનાવવામાં આવી હતી. આ કામગીરી શહેરીજનોના ખર્ચેજ કરવાની હોવાથી દાનની ટહેલ નાખતા સ્‍થળ ઉપર હાજર રહેલા લગભગ તમામ લોકોએ પ હજારથી માંડી ર લાખ પ૧ હજાર રૂા. સુધીના દાનની જાહેરાત  કરી હતી.

 

(1:49 pm IST)