Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

જુનાગઢમાં ૮૬ હજારનો ઇંગ્‍લીશ દારૂ પકડાયો

જુનાગઢ, તા., ૧૯: નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજા જુનાગઢ વિભાગનાઓની સુચના મુજબ પ્રોહી બુટલેગરો પર વોચ રાખી ચોરી છુપીથી કોઇ આવી પ્રવૃતી કરે તેમના વિરૂધ્‍ધ કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય જે અન્‍વયે જુનાગઢ તાલુકા પો.સ્‍ટે. પો.સબ ઇન્‍સ. એસ.એન.સગારકા તથા સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્‍યાન હકિકત મળેલ કે નિરવ વાછાણી રહે. ઝાંઝરડા રોડ વાળાએ ખામધ્રોળ ચોકડી નજીક આવેલ એલીગન્‍સ ફાર્મ પાર્ટી પ્‍લોટમાં ગે.કા. રીતે વિદેશી દારૂનો જથ્‍થો મંગાવીને છુપાવેલ છે અને હાલ તેને એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ સ્‍થળાંતરણ કરવાની ફીરાકમાં છે જે હકીકતના આધારે એલીગન્‍સ ફાર્મમાં રેડ કરી પરપ્રાંતનો અલગ-અલગ બ્રાન્‍ડનો ઇંગ્‍લીશ દારૂની પેટી નંગ ૧૮ બોટલ નંગ ર૧૬ કુલ્લે કી. રૂા. ૮૬,૪૦૦ તથા મો.ફોન-૧ કિ. રૂા. ૫૦૦૦ મળી કુલ કિ. રૂા. ૯૧,૪૦૦નો પ્રોહી મુદામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાંૅ  આવેલ છે.

પકડાયેલ આરોપી  નિરવભાઇ નાનુભાઇ વાછાણી  રહે. જુનાગઢ ઝાંઝરડા રોડ ગાયત્રી સ્‍કુલ પાછળ યોગેશ્વરનગરની બાજુમાં બ્‍લોક નં. ૮૩ છે અને કાનાભાઇ અમરાભાઇ રબારી રહે. ગાંધીગ્રામ જુનાગઢ ફરાર થઇ ગયેલ છે. આ કામગીરી પો. સબ ઇન્‍સ. એસ.એન.સગારકા તથા પો.હેડ કોન્‍સ. પો.હેડ કોન્‍સ કે.ડી.રાઠોડ તથા બી.એ.રવૈયા તથા જે.આર. ઝાલા તથા પો.કોન્‍સ. ભરતભાઇ દલપતભાઇ તથા કરણભાઇ જગુભાઇ તથા નરેન્‍દ્રભાઇ નારણભાઇ તથા દેવેનભાઇ ભીખનભાઇ તથા અજયભાઇ વાલજીભાઇ તથા જેતાભાઇ જીવાભાઇ તથા રાહુલભાઇ રામસીંગભાઇએ કરેલ છે.

(1:47 pm IST)