Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત : વધુ ૧૯૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯ : ભાવનગર જિલ્લામા નવા ૧૯૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૮,૯૭૨ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૭૧ પુરૂષ અને ૪૩ સ્ત્રી મળી કુલ ૧૧૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

જયારે તાલુકાઓમાં મહુવા તાલુકાના કોંજણી ગામ ખાતે ૧, મહુવા તાલુકાનાં ધરાઇ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૩, તળાજા તાલુકાના સાંખડાસર-૨ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ધારડી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના સથરા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના મણાર ગામ ખાતે ૨, તળાજા તાલુકાના માંડવા ગામ ખાતે ૧, તળાજા ખાતે ૩, તળાજા તાલુકાના શેલાવદર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૩, સિહોર તાલુકાના અમરગઢ ગામ ખાતે ૧, સિહોર તાલુકાના બજુડ ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં ટાણા ગામ ખાતે ૨, સિહોર તાલુકાના સાગવાડી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના નેસડા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૪, ઘોઘા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે ૧, સિહોર તાલુકાના થોરડી ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૪, વલ્લભીપુર તાલુકાના પીપળી ગામ ખાતે ૨, વલ્લભીપુર ખાતે ૬, વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના મોરચંદ ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના સાંઢખાખરા ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં ભુતિયા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના નિરમા કોલોની ખાતે ૨, તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ ખાતે ૩, ગારીયાધાર તાલુકાના પરવડી ગામ ખાતે ૧, પાલીતાના તાલુકાના જાળીયા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, મહુવા તાલુકાના વડલી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧, તળાજા તાલુકાનાં નેસીયા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ૩, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ભોલાડ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ભુંભલી ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, ભાવનગર તાલુકાના મીઠીવીરડી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોળીયાક ગામ ખાતે ૧, સિહોર તાલુકાના અગીયાળી ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧૧, મહુવા તાલુકાના ગુંદરણા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના નાના આસરાણા ગામ ખાતે ૧ તેમજ મહુવા તાલુકાના બોરડી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૮૪ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

(12:16 pm IST)