Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ગોંડલમાં લોકડાઉનનો ભય દૂર કરવા મીટીંગ :

ગોંડલ :  માર્કેટિંગ યાર્ડ તેમજ શહેર અને પંથકમાં સ્થાનિક તેમજ પરપ્રાંતીય શ્રમિકો બહોળી સંખ્યામાં રોજીરોટી કમાતા હોય કોરોના કાળમાં ખોટી અફવાઓ થી પ્રેરાઇ ને વતન તરફ દોટ મૂકી હેરાન થઈ રહ્યા હોય માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા અને સીટી પોલીસ ઇન્સ્પેકટર એસ એમ જાડેજા દ્વારા પરપ્રાંતીય શ્રમિકો સાથે લોકડાઉન નો ભય દૂર કરવા મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં રાજેસ્થાની મજૂરના આગેવાન મહેરારામ સાઈબારામ બેલું હાજર રહ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે લોકડાઉન થવાનું નથી, ખોટી અફવાઓથી કે સોશિયલ મીડિયા ના ખોટા મેસેજથી પ્રેરાઇ આમતેમ કે વતન તરફ દોટ મૂકશો નહીં, સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર હંમેશા આપની સાથે છે અને રહેશે હાલ જયાં છો ત્યાં જ રહો સોશિયલ ડિસ્ટન્સ અને સરકારી ગાઈડ લાઈન નું પાલન કરી રોજીરોટી કમાતા રહેશો શ્રમિકોએ પણ સંતોષ વ્યકત કર્યો હતો અને ખોટી અફવાઓથી પ્રેરાશે નહીં તેવું જણાવ્યું હતું. મીટીંગ મળી તે તસ્વીર.

(12:15 pm IST)