Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

સરધારમાં કોરોના સંક્રમણ વધવાને કારણે બપોર બાદ લોકડાઉનઃ આરોગ્‍ય કેન્‍દ્રની ટીમ સતત કાર્યરત

રાજકોટઃ સરધારમાં કોરોનાનું સંક્રમણ વધતાં બપોર બાદ સમગ્ર ગામના વેપારીઓ સ્‍વેૈચ્‍છિક લોકડાઉન રાખી તંત્રને સહકાર આપી રહ્યા છે.  સરધારથી સાગર જોષીના જણાવ્‍યા મુજબ સરધાર આરોગ્‍ય કેન્‍દ્રમાં સરધાર ઉપરાંત આસપાસના ૩૦ ગામોના લોકો ટેસ્‍ટ કરાવવા માટે ઉમટી પડે છે. કોરોના પ્રત્‍યે લોકો જાગૃત બની ટેસ્‍ટ કરાવવા આવતાં હોઇ આરોગ્‍ય કેન્‍દ્રના ડો. વિવેક કોટડીયા, સુપરવાઇઝર વિપુલ કાકડીયા, ડો. વાસંતીબેન સોલંકી, હેમાબેન સાકરીયા, આશાવર્કર તથા ફિલ્‍ડ સ્‍ટાફ સતત ૧ માર્ચથી રજા રાખ્‍યા વગર ફરજ બજાવી રહ્યા છે. તસ્‍વીરમાં બપોર બાદ બંધ રહેતી બજાર અને આરોગ્‍ય ટીમ કાર્યવાહી કરતી જોઇ શકાય છે.

 

(10:51 am IST)