Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વ્યસનમુકત બનજોઃ પૂ.મોરારીબાપુ

કચ્છમાં આયોજીત ''માનસ વ્રજવાણી'' શ્રીરામકથાનો સાતમો દિવસ

રાજકોટ તા. ૧૯ : ''વ્યસનમુકત બનીને સમાજ અને પરિવારને વિખેરાતો બચાવજો'' તેમ પૂ. મોરારીબાપુએ કચ્છના ''વ્રજવાણી'' ખાતે આયોજીત ''માનસ વ્રજવાણી'' શ્રીરામકથાના સાતમાં દિવસે કહ્યું હતું.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, આખો દિવસ કાળી મજુરી કે નોકરી કે અન્ય વ્યાવસાયમાં રહ્યા બાદ સાંજના સમયે તેમાથી થયેલ આવક દારૂ, તમાકુ સહિતના વ્યસનો પાછળ વાપરી દેવાથી પરિવારને નુકશાન પહોંચે છે.

પૂ.મોરારીબાપુએ ગઇકાલે શ્રી રામકથાના છઠ્ઠા દિવસે કહ્યું કે વડોદરા પાસેના છાણી ગામમાં પ્રાથમીક શાળાના શિક્ષક મનસુખરામ અને તેના પત્ની ઉજમબાઇ -જે ઇશ્વરને પોતાના પતિની લાજ રાખવા માટે દીવા કરીને ભજન કરે છેજયારે ગામડામાં ભણાવતા આ માસ્તર ડાકોરમાં અપાર શ્રદ્ધાથી દર પુનમ પર ડાકોર જાય અને ગામલોકો ઇર્ષા, અદેખાઇથી શાસનાધિકારી વગેરેને ફરીયાદ કરીને તપાસ અને નિરિક્ષણ માટે અરજીઓ કરીને તેડાવે છે. અને ડાકોરના ઠાકોર મનસુખરામ માસ્તર બનીને નોકરીની લાજ રાખે છે.

આ પછી મનસુખરામ માસ્તરે નોકરી છોડી દીધી કારણ કે તેની નોકરી માટે ડાકોરવાળા ઠાકોરને માસ્તર બનીને આવવું પડયું આજે પણ ગામની બાજુમાં નદી કાંઠે ગામલોકોએ બનાવેલી માસ્તરની ડેરી મોજુદ છે.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યું કે જેની પાંખોમા તેજ અને આંખોમાં ભેજ હશે એ મેદાન મારી જશે. પારેવાનું બચ્ચુ પાંખ ખુલતા જ બે ગંતવ્ય ભાળેછે, આકાશ અને પાણીમાં પડતા આકાશનું પ્રતિબિંબ પણ એ આકાશ તરફ જ ઉડાન ભરે છે. કારણ કે એને બિંબની ખબર છે, એમ જેને વૈષ્ણવો વ્હાલા છે. એની પાંખોમાં તેજ આવે છે.

ભૂખ લાગે એ પહેલા ઇશ્વર ભોજનની વ્યવસ્થા કરે જ છે એમ સંકટ આવે એ પહેલા સંકટમોચક હનુમાન જેમ સિતાજીના સંકટ વખતે અશોક વાટીકાના વૃક્ષ ઉપર આવી ગયેલા, બસ આપણે સહેજ ઉપર જોવાની જરૂર છે. સંકટહારણ હશે જ. આ ભૂમિ પર પાંચમાં વરસ સુધી ઢોલ નહોતો વાગ્યો, પણ હવે વાગે છે. કારણ ? અહીં જ ખોવાયુ હશે એટલે અહી જ મળ્યું છે. આ ભૂમિમાં વ્રજ તત્વ ખોવાયું હતું જે મળ્યું છે.

પોતાના માતા-પિતાની એક યુવકે જાહેરમાં માફી માંગી

રાજકોટ : પૂ. મોરારીબાપુના  વ્યાસાસને આયોજીત શ્રીરામકથામાં વ્યાસપીઠે ઉપર દરરોજ અનેક શ્રોતાઓ ચિઠ્ઠીઓ મોકલતા હોય છે. જેમાં પૂ. મોરારીબાપુ પ્રતિકુળતા મુજબ વ્યાસપીઠ ઉપરથી જવાબ આપે છે.

જે અંતર્ગત આજે કચ્છના વાગડના એક યુવકે ચિઠ્ઠી મોકલી હતી. અને તેમા જણાવ્યું હતું કે, પૂ. મોરારીબાપુ મારાથી એક ભુલ થઇ ગઇ છે. જેથી મારે વ્યાસપીઠની હાજરીમાં મારા માતા-પિતાની માફી માંગવી છે.

જેથી પૂ. મોરારીબાપુએ આ યુવકને શ્રોતાઓ વચ્ચે તેને ઉભા કરીને તેની ઇચ્છા પૂરી કરાવી હતી.

ત્યારબાદ પૂ. મોરારીબાપુએ ''પાપ તારૂ પ્રકાશ જાડેજા''.... તે ભજનનુ ગાયન કર્યુ હતુ.

હું ચા પીવ છુ...

રાજકોટઃ પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતુ કે, હું ચા પીવ છુ જીવન ટકાવવા માટે એક લટકણીયું રાખવું પડે તેમ મારે ''ચા'' નું લટકણીયુ છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, ઘણા લોકો કહે છે કે બાપુ ખાંડ વગરની ચા પીવે છે આવી વાતો કોઇ લોકો મને ખબર પણ ન હોય તેમ ફેલાવી રહ્યા છે.

(3:55 pm IST)