Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મોંઘવારીમાં ગરીબો પેટ ભરશે તો શૌચાયલય જાશે જે ? પરેશ ધાનાણીના ચાબખા

સ્મૃતિજી ઉજજવલા યોજના, મહિલા અત્યાચાર, મોંઘવારી વિશે કેમ કઇ ન બોલ્યા? વિધાનસભા વિરોધપક્ષના નેતાના સવાલો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૯ : કોર્પોરેશન તથા પાલિકા અને જીલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને કેન્દ્ર તથા રાજયની ભાજપ સરકાર સામે આક્રોશ ઠાલવીને મોંઘવારીમાં ગરીબો પેટ ભરશે તો શૌચાલય જાશે ને ? તેવા પ્રહારો કર્યા હતા.

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે અમરેલીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઇરાનીજીની નિષ્ફળ સભા અને પરાણે પરાણે પકડી પકડી શરમે ધરમે બેસાડેલ લોકોને ભાજપની આબરૂ બચાવવાનો તનતોડ પ્રયત્ન કર્ર્યો તેમ છતાં આમ જનતાની સાવ પાંખી હાજરી સાબિત કરે છે કેહવે આમ જનતા ભાજપ અને સ્મૃતિજી ઇરાનીને ઓળખી ગયા છે બે દિવસથી આમ જનતા સ્મૃતિજીને સોશ્યલ મિડીયાના માધ્યમથી એક જ સવાલ કરતા હતા કે પાંચ રૂપિયા ગેસના ભાવ ના છુટકે વરસે વધતા હતા ત્યારે તમે રોડ ઉપર બાટલા લઇ બેસી ગયા હતા હવે ૩૭૦ ના બાટલાના ૭૭૦ દેવા પડે  છે સબસીડી પણ ચુપકેથી બંધ કરી દીધી છે.

ગરીબોનું કેરોસીન બંધ કરી મફત ગેસ કનેકસનની જાળમાં ફસાવ્યા હવે એ જ છ કરોડ ગરીબોને ડબલ ભાવ ૭૭૦ માં બાટલો લેવા મજબુર કરી જેમ કુવામાં ઉતારી વરદ કાપે એમ તમારી સરકારે ગરીબોને બાટલા પુરાવા  અધમુવા કરી દીધા છે ત્યારે તમે કેમ ચુપ છો?? બહેનોને અને ભાઇઓને બધી બાજુથી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ -ગેસના મારથી અધમુઆ કરી નાખ્યા છે ત્યારે તમારા ભાષણમાં કેમ માત્ર શૌચાલયની જ વાતો કરી અરે બહેનજી શૌચાલયમાં પણ કેટલા કરોડનો ભ્રષ્ટાચાર થયો છે તેની પણ માહિતી આમ જનતાને આપવી હતી ને શુ તમે મોંઘવારી હવે નથી દેખાતી ? શું મહિલાઓ ઉપર થતા આત્યાચારો નથી દેખાતા ?

તમારા ભાષણમાંં ન તો ખેડુતોની પીડા, ખેડુતો ટાઢમાં ઠરતા ૭પ દિવસોથી ન્યાય માટે રસ્તા ઉપર બેઠા છે તેમના સૌ ઉપર કિસાનો શહિદી વહોરી ભગવાનને પ્યારા થઇ ગયા છે તેમના માટે એક આશ્વસનનો કે મદદનો શબ્દ સ્મૃતીજી આપ નથી. બોલ્યા તેમ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે કિસાનોને પાક વિમો નથી. આપતા, સંગ્રહખોરો બે ફામ બન્યા છે ખેડુતો ઘસાતા જાય છે બે રોજગાર યુવાનોની કોઇ વાત ન કરી આપના મંત્રાલય આમ જતા અનેમહિલાઓ માટે શું કરયું?? એકપણ સિદ્ધિ હોય તો બતાવો ?? કોઇ નેતા જયારે પ્રધાન કે પ્રધાનમંત્રી થાય ત્યારે તે દેશની સમગ્ર જનતાના પ્રતિનિધિ કહેવાય છે શા માટે આપની જ સરકાર કેન્દ્રમાં અને રાજયમાં હોવા છતા પેટ્રોલ-ડીઝલ ઉપરની એકસાઇઝડ ડયુટી ઘટાડવાનું નથી કહેતા ?? આજ ગૃહિણી બહેનોને ને ઘર ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે સારવાર મોંઘી શિક્ષણ મોંઘુ, નવા નવા દંડો મોંઘા આમ જનતા કેટલું સહન કરેઆપ ભુતકાળમાં જેમ ગૃહિણી બહેનોના નામ લઇ આંદોલન કરતા હતા હવે કેમ ચુપ છો ?? સત્ય માટે આમ જનતા માટે બોલો તો સાચા તેમ અંતમાંં પરેશ ધાનાણી અને પંકજ વી. કનાબારે જણાવ્યુંછે.

(12:44 pm IST)