Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીની મુર્તિ પ્રતિષ્ઠા કરનાર પૂ.ગોપાળાનંદજી સ્વામીનો કાલે પ્રાગટ્ય દિન ઉજવાશે

(હિતેશ રાચ્છ દ્વારા)વાંકાનેર,તા. ૧૯: બોટાદ જિલ્લા ના સુપ્રસિદ્ઘ યાત્રાધામ જગ વિખ્યાત સાળગપુરધામ માં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળગપુર માં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળગપુરધામ આયોજિત જે આ સાળગપુરધામની ભૂમિને આજે તીર્થસમું બનાવેલ અને આ દિવ્ય પટાંગણમાં જેમણે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરેલ એવા દિવ્ય પુરુષ સંત અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદગુરૂદેવ શ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજશ્રી ના (૨૪૦માં) પ્રાગટ્ય દીન નિમિતે તા. ૨૦ ના શનિવારે પૂજય સદગુરૂ સ્વામીશ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજશ્રીનુ વિશેષ પૂજન સવારે ૬:૦૦ કલાકે કોઠારી સ્વામીશ્રી વિવેકસાગર સ્વામીજી મહારાજ , તેમજ પુજારીશ્રી ડી.કે.સ્વામીજી મહારાજ , તથા સંતો દ્વારા ભકિતમયના દિવ્ય માહોલમાં કરવામાં આવશે તેમજ વિશેષ 'શણગાર' કરવામાં આવશે.

ભવ્ય 'શણગાર આરતી' દર્શન સવારે સાત કલાકે થશે, ઘર બેઠા ઓનલાઇન ઉત્સવના દર્શન નિહાળો Only ON > YOU TUBE SALANGPUR HANUMANAJI યુ ટ્યુબ ઓનલાઇન ઉપર કાયમ માટે ઉત્સવ દર્શન , દરરોજની સવાર, સાંજની આરતી તેમજ લાઈવ દર્શન આવે છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનો મહાત્મય અનોખો છે.

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શનાથે ભાવિકો ખુબ જ આવે છે. દૂર દૂરથી શ્રદ્ઘાળુઓ દાદાના દર્શન કરવા આવે છે અને દાદાના દર્શન કરીને તન મનને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે. દર શનિવારે તેમજ પૂનમ ના વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનો સાળગપુરધામમાં આવે છે હાલમાં મંદિરના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગર સ્વામીજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ સત , સેવાના ભગીરથ કાર્યો થઈ રહયા છે , સાળગપુરધામની આ પાવન ભૂમિમાં સદગુરૂદેવ સ્વામી શ્રી ગોપાળાનંદ સ્વામીજી મહારાજશ્રી આ જગ્યામાં આજથી ( ૧૭૨) વર્ષે પહેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ભકિતમયના દિવ્ય માહોલમાં સંતો , મહંતોની હાજરીમા કરેલ હતી.

સદગુરૂશ્રી ગોપાળાનંદ સ્વામીજી મહારાજશ્રી એ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજદાદાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પોતાના હાથે કરેલ ત્યારબાદ પોતે દાદાની આરતી ઉતારતા હતા ત્યારે આ દિવ્ય મૂર્તિ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની ડોલવા લાગેલ હતી. આ સત્ય ઘટના બનેલ હતી. જયાં પરમ પૂજય સદગુરૂશ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજશ્રીએ ખુબ જ ભજન ભાવ અને સાધના તપસ્યા કરેલ હતી તેમજ આ પવિત્ર જગ્યામા શ્રી સ્વામિનારાયણ ભગવાન ખુદ આવેલા હતા અને આજે પણ આ જગ્યામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનુ 'ગાડું' પ્રસાદી રૂપે બિરાજમાન છે. લાભ લેવા કોઠારી સ્વામીશ્રી વિવેકસાગર સ્વામીજી મહારાજ તેમજ પૂજારી શ્રી ડી.કે.સ્વામીજી મહારાજશ્રીએ જણાવેલ છે.

(11:34 am IST)