Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

કોટડા સાંગાણી નજીક ઇકો કારની ઠોકરે બાઈક સવાર દલિત પૌઢનું કરૂણમોત

રાજગઢ થી કોટડાસાંગાણી તરફ આવી રહેલા કલાભાઈને કાળ ભેટી ગયો

 

કોટડાસાંગાણી : કોટડાસાંગાણી રાજગઢ વચ્ચે ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા  બાઈક સવાર દલીત  પ્રોઢ નૂ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ  મોત નીપજતા પરીવાર મો શોક નુ મોજૂ ફરીવળ્યુ છે. . અંગે પ્રાપ્ત વિગતો મુજબ કોટડાસાંગાણી મા રહેતા દલીત પ્રોઢ  કલાભાઈ કરશનભાઈ વાઘેલા ઉંમર વર્ષ 55 બપોર સુમારે પોતાનુ બાઈક કે બજાજ નંબર GJ 3 AK 7681 લઈને   રાજગઢ થી કોટડાસાંગાણી તરફ આવી રહ્યા હતા. ત્યારે સામે થી પુરપાટ ઝડપે આવી રહેલ ઈકો કાર નંબર GJ 16 BG 2932 ના ચાલકે હડફેટે ગંભીર ઈજાઓ થતા તેમનુ ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ.બનાવની  જાણ કોટડાસાંગાણી પોલીસ ને કરાતા પીએસઆઇ કે બી સાંખલા  તથા ક્રીપાલસીંહ રાણા સહિતના ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને જરુરી કાર્યવાહી કરી બોડી ને પી એમ અર્થે કોટડાસાંગાણી ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામા આવી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ના આગળ ના ભાગ નો બુકડો બોલી ગયો હતો. બનાવ અંગે પોલીસે ઈકો કાર ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(11:31 pm IST)