Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પોરબંદરની છાંયા પાલિકાની ચૂંટણી દરમિયાન રામદેવભાઇ મોઢવાડિયાને ધમકીઃ કોટડા ગેંગના ૨ સભ્યો સામે પોલીસ ફરિયાદ

પોરબંદરઃ પોરબંદરની છાંયા પાલિકાની ચૂંટણી દરમિયાન પોરબંદર તાલુકા પંચાયત વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા રામદેવભાઇ મોઢવાડિયાને કોટડા ગેંગના હર્ષદશા અને અરજણ રામા રબારીએ ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ચૂંટણી દરમિયાન ભાજપ વિરૂદ્ધ કેમ બેફામ બોલે છે ? તેમ કહીને કોટડા ગેંગના ર સભ્યોએ ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવેલ છે.

(7:10 pm IST)