Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

જેતપુર પાલિકામાં લગ્નના કારણે ૫૦ ટકા આસપાસ મતદાન થવાની ધારણા

Alternative text - include a link to the PDF!

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૭ :. જેતપુર-નવાગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના આજ રોજ મતદાનમાં સવારથી મતદારોમાં નિરસ જેવો માહોલ જોવા મળતો હતો. વધુ પડતા બુથ ઉપર મતદારોની લાઈનો જોવા મળી ન હતી. ૧૧૯ બુથ પર યોજાયેલ મતદાનમાં શાંતિપૂર્ણ માહોલ રહ્યો. પાલિકાના ૪૪ સદસ્યો માટે ચૂંટણીમાં ઝંપલાવેલ ૨૧૨ ઉમેદવારોનું આજે ૯૧૭૪૨ મતદારો ભાવી ઈ.વી.એમ.માં શીલ કરશે.

શહેરના વોર્ડ નં. ૩ મા સૌથી વધુ ૩ ઈવીએમ મશીન મુકવામાં આવેલ કેમ કે અહીં કુલ ૩૮ મતદારો હોય. અમુક મોટી ઉંમરના મતદારોને મત આપવામાં મુશ્કેલી પડતી હોવાનું જાણવા મળેલ. ત્રણ મશીનમાંથી પોતાના ઉમેદવારનું નામ કયાં છે ? તે શોધવુ થોડુ મુશ્કેલ પણ બન્યુ હતું. ઉમેદવારો સંખ્યા વધુ હોય દરેક બુથ ઉપર ઉમેદવારો તેના એજન્ટો અને સપોર્ટરોના ટોળા જોવા મળતા હતા. સવારે ૮ થી ૧૦ વાગ્યા બે કલાક સુધીમાં ૧૦ ટકાથી ૧૪ ટકા જેવું દરેક બુથોમાં મતદાન થયેલ.

ચૂંટણીમાં મતદારોની રસતા અને લગ્નની સીઝનના કારણે મતદાન ૫૦ ટકા સુધી થાય તેઓ અંદાજ લગાડાય રહ્યો છે. જો ઓછુ મતદાન થાય તો ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષને નુકશાની જવાની શકયતાઓ છે.(૨-૧૬)

(1:46 pm IST)