Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ખંભાળીયામાં પોલીસ અધિકારીઓની અન્યાયી બદલીઃ ગૃહ વિભાગને રજુઆત

જિલ્લા પોલીસ સલાહકાર સદસ્યની રજુઆત

ખંભાળીયા, તા., ૧૭: તાજેતરમાં સરકારના ગૃહ વિભાગ દ્વારા ખંભાળીયામાં સ્ટેટ વિજીલેસ દ્વારા ૮૦ હજારના જુગારના  કેસના સંદર્ભમાં બે પો.ઇ. તથા ત્રણ જમાદારની બદલી કરેલ તે અંગે જિલ્લા પોલીસ સલાહકાર સમીતીની સદસ્ય હિતેન્દ્રભાઇ આચાર્યએ રાજયના ગૃહ વિભાગ તથા મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવેલ કે રાજય સરકાર દ્વારા આ પોલીસ અધિકારી કર્ર્મીઓની બદલી કરાયેલ છે. તે જાહેરમાં જુગાર રમતા પડેલા દરોડામાં કરાઇ છે. ખરેખર મકાનમાં કે અન્ય ચોક્કસ જગ્યાએ જુગારની મોટી કલબ પકડાય તો ખુલ્લેઆમ જુગાર તો ગમે ત્યારે ચાલુ થઇ શકે !!! એલસીબી પીઆઇ તથા ખંભાળીયા પીઆઇની બદલી કરીને સજા કરતા પહેલા તેમણે કરેલી શ્રેષ્ઠ કામગીરી પણ જોવી જોઇએ. આવી રીતે આડેધડ પગલાથી અધિકારીઓના મોરલ ભંગાઇ જાય. ચાર વર્ષમાં ના થઇ હોય તેવી કામગીરી ૪ મહિનામાં કરનાર અધિકારીની આવામાં બદલી થાય !!  સમગ્ર જિલ્લામાં આ બાબત ચર્ચાસ્પદ બની છે.

ડોડીયા રજા પર

દેવભુમી દ્વારકા જિલ્લા કલેકટરશ્રી જે.આર. ડોડીયા તા.ર૧ સુધી રજા પર જતા તેમનો ચાર્જ ડીડીઓ શ્રી આર.આર.રાવલને સોંપાયો છે. (૪.૧૦)

(1:44 pm IST)