Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

દિલીપભાઇ સંઘાણીની ઇફકોના ડીરેકટર પદે નિમણુંક

 અમરેલી : અનેક સહકારી સંસ્થાઓનો પદભાર સંભાળતાની સાથે જ આ ક્ષેત્રની સેવાનો સમગ્ર દેશમાં વ્યાપ વધારવા અને તેના દ્વારા સહકારી ક્રાંતિની સામાજીક ચેતના જગાવતા દિલીપ સંઘાણીને એક વધુ જવાબદારી સોંપાયેલ છે. દિલ્હી ખાતે યોજાયેલ ઇફકોની બોર્ડ મીટીંગમાં સંઘાણીને ડીરેકટર પદે નિમણુંક કરવામાં આવી છે આ તકે દિલ્હી ખાતે ઉપસ્થિત સર્વે બોર્ડ સદસ્યશ્રીઓ અને અધિકારીગણએ દિલીપ સંઘાણીને શુભેચ્છાઓ પાઠવી હતી. (તસ્વીર - અહેવાલ : અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:43 pm IST)