Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ભાણવડ વોર્ડ નં. ૧માં પછાત વિસ્તારોમાં ભાજપ ર્દ્વીારા પૈસાની રેલમછેલઃ કોંગ્રેસની ફરિયાદ

ખંભાળીયા તા. ૧૭ : ભાણવડ પાલિકાની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. જેમાં ભાજપ દ્વારા આચારસંહિતા ભંગ કરવામાં આવી હોવાની કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરાઇ છે.

ભાણવડ વોર્ડ નં. ૧ના પ્લોટ વિસ્તારમાં ખુલ્લે આમ મતોની ખરીદી થતી જોવા મળી હોવાનો આક્ષેપ કર્યો છે.

આ અંગે કોંગ્રેસના ઉમેદવાર ગિરધરભાઇ વાઘેલાએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે અને ભાજપ દ્વારા રાત્રે ૧ વાગ્યે પછાત વિસ્તારોમાં પૈસાની રેલમછેલ કરાઇ હોવાનો આક્ષેપ કરાયો છે.

પોલીસને જાણ કરવામાં આવતા ટોળુ વિખેરાઇ ગયું હતું.(૨૧.૨૦)

(1:02 pm IST)